ધાનેરામાં દાદાના ડેરામાં ૭૫૧ દિવાની આરતી બની હજારો લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-05 12:16:24
  • Views : 530
  • Modified Date : 2019-09-05 12:16:24

ચોમાસુ એટલે કે તહેવારોની સીઝન. હિન્દુ સંસ્કૃતિમાં તહેવારો અનેરૂ મહત્વ હોય છે.  ધાનેરામાં દાદાના ડેરામાં ૭૫૧  દિવાની આરતી ઉતારવામાં આવી હતી.  દાદા લાધુરામ ડેરાની લાઈવ આરતીના ૧૦૦ કિલો વજન સાથે શેષનાગનો અવતાર ધરીને પંકજ જોષીએ હજારો જનમેદની વચ્ચે આરતી ઉતારી હતી. તે સમયે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું. મહેશ્વરી સમાજ દ્વારા મહારુદ્ર યજ્ઞ ૩ દિવસથી ચાલી રહ્યો છે જેના અનુસંધાનમાં મહાઆરતી યોજવામાં આવી હતી. ધાનેરામાં પહેલીવાર  ૭૫૧  દિવાની આરતી લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. જાણે કે સ્વર્ગમાંથી ખુદ વિષ્ણુ ભગવાન શેષનાગનો અવતાર ધરીને આવ્યા હોવાની પ્રતીતિ લોકોને થઈ હતી. થોડીવારમાં જાણે દાદા લધુરામનો ડેરો સ્વર્ગની ઝાંખી કરવાતો હોય એવા દ્રશ્ય  સર્જાયા હતા. આજના આધુનિક યુગમાં પણ આવો ભક્તિમય માહોલ એ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે દર્શન કરાવી જાય છે. આ આરતીએ લોકોની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા દર્શાવી હતી. મહેશ્વરી સમાજ દ્વારા  થયેલ આ મહાઆરતીને હજારો ધાર્મિક લોકોએ લાઈવ નિહાળીને ધન્યતા અનુભવી હતી.


Download Our B K News Today App



Related News