બનાસકાંઠામાં કોરોનાથી એકનુ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-28 11:36:32
  • Views : 715
  • Modified Date : 2020-04-28 11:36:32

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને કારણે કોરોના વાયરસની સંખ્યા વધીને ૩૦ થઇ છે. ત્યારે પાલનપુર તાલુકાના ગઠામણ ગામને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગઠામણ ગામની કોરોના વાયરસની સંખ્યા ૨૧ પહોંચી છે. ત્યારે પાલનપુર તાલુકાના ભાગળ ગામમાં બે કેસ પોઝીટીવ નોંધાયા હતા. જેમાં ભાગલ ગામના ફાતિમાબાનુ અબ્દુલ રઝાક મુખીની ઉંમર ૬૫ વર્ષને કોરોના પોઝીટીવ આવતા તેમને કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સી દ્વારા ભાગળ ગામના કોરોના
પોઝીટીવ કેસના દર્દી એવા ફાતિમા બાનુને કોરોના વાયરસની સાથે હાર્ટ પ્રોબ્લેમ અને કિડનીની તકલીફો હતી તેવું જણાવવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News