ડીસા તાલુકાના નવાગામ થી અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિની યાત્રા નિકળી હતી જે યાત્રા અંબાજી ખાતે પહોંચી 22 ગજની ધજા ચડાવી અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ તૈયાર કરી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-03 12:14:49
  • Views : 224
  • Modified Date : 2022-01-03 12:14:49

 

આગામી વર્ષમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણી પહેલા જ ગુજરાતની બંને મોટી રાજકીય પાર્ટી માટે પડકારો શરૂ થઈ ગયા છે. આજે અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે ભાજપ અને કોંગ્રેસને પોતાના મુખ્યમંત્રીના ઉમેદવારો જાહેર કરવા ઉપરાંત ઠાકોર સમાજના જ મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. જે અંતર્ગત આજે ડીસા તાલુકાના નવાગામ થી ઠાકોર સમાજ ની યાત્રા નીકળી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો જોડાયા હતા નવાગામ થી નીકળેલી ઠાકોર સમાજને યાત્રાનો ઠેરઠેર વિવિધ સમાજો દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું યાત્રા અંબાજી ખાતે પહોંચ્યા હતા મા અંબાના ધામમાં 22 ગજ ની ધજા ચડાવી આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજને મજબૂત બનાવવા હાકલ કરી  હતી.૨૦૨૨નું વર્ષ ચોક્કસ ચૂંટણીનું વર્ષ બની રહેવાનુ છે.. ચૂંટણી ભલે ૨૦૨૨ના અંતમાં યોજાય પરંતુ આખા વર્ષ દરમ્યાન ગુજરાતના બંને મહત્વના રાજકીય પક્ષ એવા કોંગ્રેસ અને ભાજપ પોતપોતાની અંતિમ તૈયારીઓને ઓપ આપી રહ્યા છે.

Download Our B K News Today App



Related News