થરાદ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ બનાસકાંઠા પ્રેરિત હિન્દુ ધર્મસેના પદ નિયુક્ત સમારોહ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-02 11:06:19
  • Views : 216
  • Modified Date : 2022-08-02 11:06:19

થરાદ ખાતે અખીલ ભારતીય સંત સંમિતિ બનાસકાંઠા પ્રેરિત તાલુકા તેમજ શહેરમાં હિન્દુ ધર્મસેનાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી..આનંદ પ્રકાશ બોર્ડિંગ ખાતે ઉત્તર ગુજરાત સંગઠન મંત્રી સ્વામી આનંદ રાજેંન્દ્ર અધય્ક્ષ સ્થાને હિન્દૂ મહાસભાનું આયોજન કરવામા આવ્યુ હતુ..જેમા સંતો મહંતો સહિત થરાદ નગર તેમજ તાલુકામાંથી મોટી સંખ્યામાં હિન્દુ ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા..જેમાં કિશોરભાઈ દવેએ જણાવ્યુ હતું કે હિન્દુઓ જાતેજ ધર્મથી દુર થયા છે. વર્તમાન સમયમાં વિધર્મી અને અધર્મી બન્ને સામે લડવુ પડશે..


નીજાનંદબાપુએ પોતાના પ્રવચનમાં હાકલ કરી હતી કે અત્યારે વ્યાખયાન કરવાનો યુગ પુરો થઈ ગયેલ છે. સરહદ પર લડવા સેના છે. પરંતુ ધર્મ બચાવવા કોઈ સેના નથી  તેથીજ હિન્દુ ધર્મ સેનાની રચના કરવાની ફરજ પડી છે..વર્તમાન સમયમાં હિન્દુઓ ફક્ત રેશનકાર્ડ પુરતા છે. હિન્દુઓ પતનની કટાર પર છે. તેમને શીખ સમુદાયનુ ઉદાહરણ આપી જણાવેલ કે વેપાર તેમના રોજી રોટી માટે છે.પરંતુ ધર્મની રક્ષા માટે તેઓ કમર પર કટાર રાખે છે. ધર્મ આદ્યાત્મક ચેતના અને સુરવિરતાને જગાડે છે જેથી અન્ય ધર્મમાં પરોવાયેલા હિન્દુઓને સનાતન ધર્મ પર ચાલવું પડશે..જેથી થરાદ ખાતે હિન્દૂ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહંત રેવાપુરી બાપજી, મહંત અંકિતપુરી બાપજી, મહેશ ભક્ત બટુકમોરારી બાપુ વગેરે સંતો મહંતોની પસ્થિતમાં ઉત્તર ગુજરાત સંગઠન મંત્રી સ્વામી આનંદ રાજેંન્દ્રના હસ્તે થરાદ શહેર તેમજ તાલુકાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી..


Download Our B K News Today App



Related News