ઇકબાલગઢ ગામના ખેડૂતે અખાત્રીજના દિવસે વડવાઓની દેસી સિસ્ટમથી વરસાદ કેવો રહેશે અને અનાજનું ઉત્પાદન કેવું રહેશે તેની આગાહી કરી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-15 11:14:59
  • Views : 1116
  • Modified Date : 2021-05-15 11:14:59

     અખાત્રીજ એટલે ખેડૂતોને પોતાના ખેતરમાં મુહરત કરવાનો શુભ દિવસ માનવામાં આવે છે શુભ દિવસે ખેડૂતો પોતાના ખેતરમાં વાવણીના શ્રી ગણેશ કરતા હોય છે એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે મૂહરત કરવામાં આવે તો પાક  સારા પ્રમાણ માં થાય છે આવી પાર્જીત માન્યતાઓ અત્યારે પણ બનાસકાંઠા સહિતના ખેડૂતો માની રહ્યા છે પરંતુ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના ખેડૂત પ્રકાશભાઈ પ્રજાપતિ પોતાના વડવાઓના દેસી નુસખાથી વરસ કેવું રહેશે અને વરસાદ અને પાક કેવો રહેશે તેની આગાહી કરી છે.

      ખેડૂતે પોતાના ખેતરમાં માટીનું લીંપણ કરી તેના પર માટીથી બનાવાયેલ પાંચ કુંડા ચારે દિશા તથા વચે મુક્યુ હતું અને તેના પર અગરબત્તી કરી નારાશરિ  બાંધી હતી  બધા કુંડાઓમાં સરખું પાણી ભરી ચાર કુંડામાં વરસાદના ચાર માસના નામ લખ્યા હતા અને વચેના કુંડમાં અનાજ ભર્યું હતું તેમની માન્યતા મુજબ જો અનાજનું કુંડુ પહેલા તૂટે તો અનાજ પુષ્કળ પ્રમાણમાં થશે અને જે કુંડુ પહેલા તૂટે માસમાં વરસાદ સારો થશે અખતરામાં આશો માસનું  કુંડુ પ્રથમ અને શ્રાવણ માસની કુંડુ બીજી તૂટ્યું હતું  એટલે ખેડૂતે એવી આગાહી કરેલ છે કે આશો માસમાં વરસાદ પુષ્કળ અને શ્રાવણ માસ તથા અન્ય માસમાં વરસાદ સરેરાશ થોડો રહેશે પરંતુ આસોમાં પાછોતરો વરસાદ પડશે એટલે તૈયાર પાક બગડવાની દહેસત વધારે રહેશે અને અનાજ પણ સરેરાસ પ્રમાણમાં પાકસે આવી જૂની રીત થી ઇકબાલગઢના ખેડૂતે વરસાદની આગાહી કરી વરસનું અનુમાન આપ્યું હતું.

Download Our B K News Today App



Related News