અખાત્રીજ હળોતરા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-04 10:45:33
  • Views : 223
  • Modified Date : 2022-05-04 10:45:33

 

ભારત દેશમાં દરેક શુભ કામ માટે મુહૂર્ત જોવામાં આવે છે. ત્યારે અખાત્રીજ ના તહેવારને શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે, બનાસકાંઠા માં પણ આજે ખેડૂતોએ અખાત્રીજના શુભ મુહૂર્ત પ્રસંગે ટ્રેક્ટરને કૂમ કૂમ તિલક થી વધાવી જમીનની પૂજા કરી નવા વર્ષે ખેતી ની શુભ શરૂઆત કરી છે.ત્યારે ડીસા તાલુકાના ખરડોસણ ગામે પણ સ્વાધ્યાય પરિવાર દ્વારા ખેતરોમાં હળોતરાની પૂજા કરવામાં આવી હતી.

 

અખાત્રીજ એટલે ખેડૂતો માટે ખેતી મુહૂર્ત કરવાનો અનેરો ઉત્તમ દિવસ . અખાત્રીજના દિવસે ડીસાના ખેડૂતોઓ  વાજતે ગાતે ખેતરમાં ઉગમણી દિશાએ પાંચ ચાસ ખેડી ખેતીનું મુહૂર્ત કરે છે.પહેલા ખેડૂતો હળ-બળદથી ખેતી કરતા હતા. ત્યારે બળદને શણગારી હળ બળદ જોડીને બળદની પૂજા કરવામાં આવતી હતી. ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ-ધાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાતું હતું. પરંતુ ખેતી ની પદ્ધતિ પણ આધુનિક બનતાં હળ-બળદના બદલે ટ્રેક્ટરો દ્વારા ખેડૂતો ખેતી કરે છે.ત્યારે આજે અખાત્રીજ ના દિવસે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખરડોસણ ગામમાં આજે સ્વાધ્યાય પરિવાર દ્વારા ખેડૂતોના ખેતરમાં જઈ ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાજીની પૂજા કરી હતી. બાદમાં લાલ નાડાછડી બાંધી હળોતરાના સૈત્રો બાંધી ગોળ, ધાણા વહેંચયા હતા. ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી , ધરતી માતા અને ખેતીના ઓઝારોની આરતી કરવામાં આવી હતી. ખેડૂતો માટે આવનારું વર્ષ ખુબજ સારું જાય,  ખેડૂતો પર કુદરત મહેરબાન રહે તે માટે પ્રાર્થના કરી હતી.  ખેડૂતો માટે ખેતીની જમીન ભાગે વાવેતર કરવા આપવા-રાખવા માટે પણ અખાત્રીજ ના દિવસ ને શુભ માનવામાં આવે છે.પહેલા ખેડૂતો હળ થી ખેતી કરતા હતા. પરંતુ હવે ખેડૂતો પણ આધુનિક સાધનો થી ખેતી કરતા અખાત્રીજ ના દિવસે આધુનિક ઓજારો ની પૂજા કરવામાં આવે છે. આમ ભલે ખેડૂતો ગમે તેટલા આધુનિક બની જાય. અને બદલાતા સમય સાથે તેહજીબ પણ બદલાવવા માંડી છે. ત્યારે અખાત્રીજના દિવસે ખેડૂતો દ્વારા ખેતીના ઓઝારોની કરવામાં આવતી પૂજાની પરંપરા આજે પણ અકબંદ છે......

Download Our B K News Today App



Related News