અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે અખંડ ધૂન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 06:08:44
  • Views : 467
  • Modified Date : 2019-04-09 06:08:44

શક્તિ ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ અંબાજી  વિશ્વના સૌથી મોટા તીર્થ  સ્થળ  અંબાજીમાં ચૈત્રી નવરાત્રિનો  પ્રારંભ થયો છે અને નવ દિવસ સુધી શક્તિની ઉપાસના  કરવા માતાજીના ભક્તો અંબાજી  તીર્થ સ્થળમાં ઉમટ્યા હતાં. અંબાજી મંદિર પર ૩૫૮ સુવર્ણ કળશ લાગેલા હોઈ આ ધામમાં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ તરીકે જગ વિખ્યાત છે. અંબાજી ગુજરાતનું આદ્યશક્તિ પીઠ તરીકે ભારતભરમાં જાણીતુ છે.  અંબાજી મંદિરમાં માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતું. સવારની મંગળા આરતી મા માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ સાથે મંદિરના નૃત્ય મંડપ નીચે અખંડ ધૂન ૧૦ દિવસ સુધી શરૂ થઇ છે.
હાલમાં ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. આ  નોરતાનું  યાત્રાધામ અંબાજી ખાતે વિશેષ મહત્વ ખુબજ મોટી સંખ્યામાં યાત્રિકો માતાજીના દર્શન કરવા આવે છે. લોકો જુદી જુદી રીતે પોતાની આસ્થા અને શ્રદ્ધાથી માતાજીની આરાધના કરતા હોય છે આવી અતૂટ આસ્થા જોડાયેલી છે. ગાંધીનગરના ઝુલાસણ,પાલિયડ, સઈજ ગામના પાટીદાર લોકોની આ ત્રણ ગામના લોકો ચૈત્રી નવરાત્રીના એકમથી દસમ સુધી દસ દિવસ સતત ખડે પગે અખંડ ધૂન કરે છે. છેલ્લાં ૭૨ વર્ષથી અવિરત આ ધૂન ચાલે છે ૧૨૦ લોકોનો સમૂહ છે અને ૨૦-૨૦ ની એક ટુકડી હોય છે દર બે કલાકે પાળી બદલાય છે અને આ રીતે માતાજીની અખંડ ધૂન કરે છે આ કરવાથી ગામ લોકો ઉપર માતાજીની અમી દ્રષ્ટિ રહે છે અને આ ગામના લોકો માતાજીના આશીર્વાદથી સુખ શાંતિ ભોગવી રહ્યા છે.
 

Download Our B K News Today App



Related News