અમીરગઢના મોટાકરઝા ગામે આખલાએ વૃધ્ધાને અડફેટે લેતા મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-23 10:55:36
  • Views : 496
  • Modified Date : 2019-08-23 10:55:36

અમીરગઢ તાલુકાના મોટાકરઝા ગામે એક આખલાએ આતંક મચાવ્યો છે અને આ આતંકી બનેલા આખલાએ વૃદ્ધ મહિલાને અડફેટે લઈ ગંભીર ઇજા
પહોંચાડતા તેમનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજયું હતું. જ્યારે ગ્રામજનોએ આખલાને પકડી ઝાડે બાંધી
પાંજરાપોળને સોંપ્યો હતો.
બનાસકાંઠામાં  રખડતા
પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. જેમાં ગઈકાલે અમીરગઢના મોટાકરઝા ગામે એક આખલો આતંકીત થઈ ગયો હતો અને તે સમયે ગામમાં જ રહેતા વૃદ્ધ મહિલા હેમબા ભેરસિંહ ચૌહાણને આતંકી બનેલા આખલાએ અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટનાથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધાને આખલાના ચંગલમાંથી બચાવી સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આ વૃદ્ધ મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે આ સિવાય પણ અન્ય ત્રણ લોકોને આતંકી બનેલા આખલાએ જીવલેણ હુમલો કરતાં ગ્રામજનો ભયભીત બની ગયા હતા. જેથી ગતરોજ વહેલી સવારે ગ્રામજનો એકઠાં થઇ આખલાને પકડી ઝાડ સાથે બાંધી પાંજરાપોળને સોંપ્યો હતો. આખલાને પાંજરાપોળમાં સોંપતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.

Download Our B K News Today App



Related News