જિલ્લાના ફૂડ વિભાગના અધિકારીઓની તપાસ ડીસામાં રૂ. ૨૬ લાખનો અખાદ્ય ઘીનો જથ્થો સીઝ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-18 11:49:45
  • Views : 545
  • Modified Date : 2020-09-18 11:49:45

ડીસાના લાઠી બજાર વિસ્તારમાં શુક્રવારે જિલ્લાના ફૂડ વિભાગે ઘીની એક ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં વિવિધ બ્રાન્ડના ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને રૂ. ૨૬ લાખનો શંકાસ્પદ જણાતો ઘીનો જથ્થો સીઝ કરતા શંકાસ્પદ ઘી બનાવતા તત્વોમાં ફફડાટ પ્રસરી ગયો છે.
ડીસા શહેરમાં ફૂડ વિભાગ દ્વારા અવાર-નવાર શંકાસ્પદ ઘીના જથ્થાની તપાસ હાથ ધરવામાં આવે છે. ત્યારે જિલ્લાના ફુડ વિભાગના અધિકારીઓએ શુક્રવારે લાઠી બજાર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આ વિસ્તારમાં આવેલી શ્રી વીર માર્કેટિંગ ઘીની ફેક્ટરીમાં તપાસ કરતા  ફેકટરીમાંથી સંગમ, સમ્રાટ, શિવમ અને સંસાર બ્રાન્ડના શંકાસ્પદ જણાતાં ઘીના વિવિધ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે તપાસ દરમિયાન આ શંકાસ્પદ અખાદ્ય ઘીનો રૂપિયા ૨૬ લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગ દ્વારા આવી રીતે અનેક કિસ્સાઓમાં અખાદ્ય ઘીના જથ્થાના સેમ્પલ લેવામાં આવતા હોય છે. આ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. ડીસા શહેરમાં અખાદ્ય ઘીના જથ્થાની કેટલીક ફેક્ટરીઓ ધમધમી રહી છે. મોટાભાગે આ ઘીનો જથ્થો ગ્રામ્ય વિસ્તાર અને રાજસ્થાનના કેટલાક સેન્ટરોમાં મોટાપાયે મોકલવામાં આવતો હોય છે. જો કે ફૂડ વિભાગની કાર્યવાહીના પગલે અખાદ્ય ઘી બનાવતા તત્વોમાં ફફડાટ પ્રસરી ગયો છે.

Download Our B K News Today App



Related News