શિહોરીમાં થરા-શિહોરી હાઈવે ઉપર અકસ્માત ઃ બાઇક ચાલક ઇજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-03 11:15:35
  • Views : 457
  • Modified Date : 2019-05-03 11:15:35

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં આવેલ
થરા-શિહોરી નેશનલ હાઇવે ઉપર ગઈ તા.૦૨-૦૫-૨૦૧૯  ને ગુરૂવારના રોજ  સાંજના સુમારે રાધનપુર તરફથી આવતી રીનલ્ટ કંપનીની પ્લસ કાર રજી.નં. જીજે ૩ એચ એ ૨૮૬૫ નંબરની કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થતાં બાઈક ચાલકની હાલત અત્યંત ગંભીર હોઈ ઇજાઓ થતાં વધુ સારવાર અર્થે
ડીસા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગાડીમાં ડ્રાયવર સીટ ઉપર ચેક કરતાં ખાખી વર્ધી દેખાતાં તેમજ બોનેટ ઉપર સરકારી કેપને લઈ લોકોના ટોળે ટોળા એકઠાં થઇ ગયા હતા. સરકારી આર.ટી.ઓ. કર્મચારીની ગાડીએ બાઈક ચાલકને પાછળથી જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.
થરાથી શિહોરી તરફ આવી રહેલા બાઈકને કાર વાળાએ પાછળથી ટક્કર મારી ગંભીર રીતે ઘાયલ કરતાં બાઈક ચાલક વધુ સિરીયસ થયો હતો. અકસ્માત બાબતે એક જાગૃત પત્રકારે શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત અનુસાર અકસ્માત સર્જનાર થાવર ચેકપોસ્ટ અધિકારી વી.આર.લાલાની હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે શિહોરી પોલીસે  આગળની તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News