પાંથાવાડા -ગુંદરી હાઇવે ઉપર અકસ્માત એકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-26 11:23:26
  • Views : 472
  • Modified Date : 2019-09-26 11:23:26

બનાસકાંઠા જિલ્લાના
દાંતીવાડા તાલુકાના
પાંથાવાડાથી ગુંદરી જતા હાઇવે ઉપર બંને ગાડી સામસામે ટકરાતા ટ્રક ડ્રાઇવરનું ઘટના સ્થળે  મોત થયુ હતુ. પાંથાવાડા પોલીસ દ્વારા ઘટનાસ્થળે આવી લાશને  રેફરલ હોસ્પિટલ
પાંથાવાડા ખાતે પીએમ માટે મોકલવામાં આવી હતી.
બનાસકાઠા જિલ્લામાં ઠેર ઠેર અનેક જગ્યાએ અકસ્માત થતા જોવા મળી રહ્યા છે. ત્યારે પાંથાવાડામાં  સવારે બે ટ્રક સામસામે ટકરાતા ડ્રાઇવરનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત થયુ હતુ. રાજસ્થાન તરફથી આવતા ટ્રેલર નંબર આર.જે. ૧૪ ૯૧૭૬ તેમજ સામેથી આવતું ટ્રેલર નંબર આર.જે. ૦૪૭૨ બન્ને સામસામા ટકરાતા ઘટનાસ્થળે ડ્રાઈવરના ટુકડે ટુકડા થઈ ગયા હતા. આ અક્સ્માત એવો થયો હતો કે લાશની ઓળખ પણ મુશ્કેલ બની હતી. અકસ્માત થતાં જ પાંથાવાડા
પોલીસને જાણ કરી  પાંથાવાડા પોલીસે ઘટનાસ્થળે આવી લાશનો કબજો લઇ મૃતકની લાશને પી.એમ. માટે
પાંથાવાડાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News