શહેરના સેક્ટર ૪ ગાર્ડનમાં બનાવેલો ‘રોપકોર્સ’ આકર્ષણનું કેન્દ્ર બન્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 11:09:46
  • Views : 293
  • Modified Date : 2020-12-29 11:09:46

મહાનગર પાલિકા દ્વારા શહેરીજનો માટે સેક્ટરમાં રહેલા જૂના બગીચાનું નવિનીકરણ કરવામાં આવ્યુ છે. કરોડો રૂપિયાના ખર્ચે નગરજનોને સુવિધા આપવામાં આવી રહી છે. સેક્ટર ૪
શોપિંગ સેન્ટરની બાજુમાં બનાવાયેલા બગીચામાં અવનવી સુવિધાઓ મુકવામાં આવી છે. પરંતુ બગીચામાં ખાસ કરીને બાળકોને મજા આવે તે માટે બનાવાયેલો
રોપ કોર્સ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આગામી ૩૧ ડીસેમ્બરે મહાપાલિકા ૩ બગીચાને નગરજનો માટે ખુલ્લા મુકશે, જેની તૈયારીઓ પુર જાેશમાં ચાલી રહી છે.
શહેરના સેક્ટર ૪, ૮ અને સેક્ટર ૧૯માં મહાપાલિકા દ્વારા નવા બગીચા બનાવાયા છે. હાલમા તમામ બગીચાની કામગીરી અંતિમ ચરણમાં ચાલી રહી છે. આગામી ૩૧ ડીસેમ્બરના રોજ ત્રણેય ગાર્ડનને ખુલ્લા મુકવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તમામ બગીચા નાગરિકોનુ મનમોહિત કરી નાંખે તેવી કામગીરી કરીને સજ્જ કરાયા છે. પરંતુ સેક્ટર ૪ બગીચામાં બાળકોને અને મોટેરાઓનું
પણ મન ભ્રમિત કરીદે તેવો રોપ કોર્સ તૈયાર કરાયો છે. અલગ અલગ લાઇનમાં
રોપ કોર્સમાં જુદી જુદી લાઇનો નાંખવામાં આવી છે.  સામાન્ય રીતે આ પ્રકારનો રોપ કોર્સ એડવેન્ચર પાર્કમાં જાેવા મળતો હોય છે. જેના માટે નાગરિકોને હજારો રૂપિયા ખર્ચ કરી ટીકીટ લેવી પડતી હોય છે. તેવા સમયે મહાપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલું ગાર્ડન હાલમાં જાેવા આવતા સેક્ટર વાસીઓને ખૂબ જ પસંદ પડી રહ્યું છે.
ઉપરાંત બગીચામાં અલગ પ્રકારનો ગજેબો લાવવામાં આવ્યો છે. જ્યા બેસવાથી સિનિયર સિટીજનોને એક અલગ પ્રકારનો શાંતિનો અનુભવ થઇ શકે છે. ગાર્ડનમાં બાળકો માટે સિન્થેટીક ટ્રેક અને યોગાસન કરવા અલગ સુવિધા ઉભી કરાઇ છે. આ તમામ બાબતો બગીચાને ચાર ચાંદ લગાવે છે.

Download Our B K News Today App



Related News