થરાદ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખે દબાણકારોને નકલી આકારણીઓ આપી પૈસા પચાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-24 11:16:47
  • Views : 2121
  • Modified Date : 2021-01-24 11:16:47

થરાદ પંથકમાં  એક નવો કિસ્સો જાેવા મળ્યો હતો જેમાં. થરાદ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલા દબાણકારોને થરાદ નગર
પાલિકાના પૂર્વ પ્રમુખ રહી અને અત્યારે વર્તમાન વિરોધ પક્ષના સદસ્ય એવા કોકીલાબેન
પ્રજાપતિએ દબાણકારો પાસેથી એક આકારણી દીઠ ૮૦૦૦ રૂપિયા લઈને ડુબલીકેટ
આકારણીઓ બનાવી આપી હતી. જે અંદરોઅંદર બમાબમ ચાલતું હતું પરંતુ હવે નગર
પાલિકાના નવનિયુકત ચીફ ઓફિસર પંકજ બારોટે ચાર્જ સંભાળતા તમામ નગરની મિલકતો  ઓનલાઇન કરી તેમજ ઓનલાઇન  ટેક્સની સુવિધા ચાલુ કરતા નગર
પાલિકાના એક અરજદાર નગરપાલિકામાં નવી આકારણી લેવા માટે આવતા તેમનું ઓનલાઇન જાેવામાં આવ્યું હતું. તો તે આકારણીનો નંબર બીજા વ્યક્તિનો બોલતો હતો અને આકારણી અરજદારના નામથી બોલતી હતી. નગર
પાલિકામાં ડુબલીકેટ અકારણી આવતા નગર પાલિકાના કર્મચારીએ અરજદારને
પૂછપરછ કરતાં અરજદારે  જણાવ્યું હતું કે આ  આકારણી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કોકીલાબેન પ્રજાપતિ એ આઠ હજાર રૂપિયા લઈને  અમને આપી  હતી. તેમજ આ ડુપ્લીકેટ અકારાણીનો ભાંડો  ફૂટતાં તાત્કાલિક ધોરણે કર્મચારીઓ કામે લાગી ગયા હતા અને થરાદમાં આવી કેટલી ડુપ્લીકેટ અકારણીઓ  છે તેની તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News