કલોલના છત્રાલ ગામમાં એક જ જમીન બે લોકોને ફળવાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-22 11:05:28
  • Views : 315
  • Modified Date : 2020-10-22 11:05:28

કલોલ તાલુકામાં છત્રાલ ગામમાં હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ યુવકને પ્લોટની ફાળવણી કરતા હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામા આવ્યો છે. છત્રાલમાં સરકારી પડતર જમીન સર્વે નંબર નવો ૧૩૭૬ ( જુનો ૧૦૩૩) માં મુસ્લિમ યુવક ઉસ્માન અલી રસુલમીયા સૈયદને પ્લોટની ફાળવણી કરવામાં આવી છે જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગાંધીનગર કલેક્ટરને
આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ વિસ્તારમાં અનુસુચિત જાતીના લોકો વર્ષોથી રહે છી. જો આ વિસ્તારમાં મુસ્લિમ યુવકને પ્લોટ ફાળવવામાં આવે તો છત્રાલના ઈતિહાસને ધ્યાનમાં લેતા કોમી તોફાનો થઈ શકે તેમ છે. આ ઉપરાંત ગામની શાંતિ
પણ ડોહળાઈ શકે તેમ છે. છત્રાલ ગ્રામ પંચાયત દ્વારા ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ ડો. બાબા સાહેબ આંબેડકર હોલ બનાવવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. છતાં પણ ૧૩ ઓક્ટરબર ૨૦૨૦ ના રોજ આ જમીન પર મુસ્લીમ યુવકને પ્લોટ કેવી રીતે આપવામાં આવ્યો હતો. એક જ જમીન બન્ને લોકોને કેવી રીતે ફાળવવામાં આવી? છત્રાલ ગામમાં હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ યુવકને ફળવાયેલ પ્લોટનો મનાઈ હુકમ કરવામાં આવે, તેમજ છત્રાલ ગ્રામ પંચાયતે કરેલા ઠરાવ અનુસાર આ જમીનમાં ર્ડા. બાબાસાહેબ
આંબેડકર હોલ બનાવવામાં આવે તેવી હિન્દુ સંગઠને માંગણી કરી છે. તેમજ નામદાર કોર્ટ દ્વારા મુસ્લિમ યુવકને આપવામાં આવેલા
ઓર્ડરમાં કોઈપણ સર્વે નંબર કે
માપનો ઉલ્લેખ કર્યો નથી. આ ઉપરાંત આગામી પંદર દિવસમાં કોઈ ર્નિણય લેવામાં નહીં આવે તો હિન્દુ સંગઠનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News