ધાનેરા તાલુકાના કોટડા(ધા) ગામની પ્રા.શાળામાં આજથી શિક્ષણકાર્ય શરૂ થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-04 12:14:22
  • Views : 459
  • Modified Date : 2019-10-04 12:14:22

ધાનેરા તાલુકાના કોટડા(ધા) ગામની પ્રાથમિક શાળામાં ચાલતા ગેર વહીવટ બાબતે ગ્રામજનો દ્વારા
અવાર-નવાર તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનો દ્વારા સોમવારે શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. જે ચાર દિવસ સુધી શાળા બંધ રહેતા જિલ્લા શિક્ષણાઅધિકારીએ તપાસ માટે ટીમ મોકલી હતી અને આચાર્યને જ્યાં સુધી નવો હુકમ ના થાય ત્યાં સુધી તાલુકા
પંચાયત કચેરી ખાતે કામગીરી માટે મૂકવામાં આવ્યા છે.
ધાનેરા તાલુકામાં શિક્ષણ કથળી રહ્યુ છે અને તેમાં મોટા ભાગના અપડાઉન કરતા
શિક્ષકો જવાબદાર છે. મોડા શાળામાં આવતા હોય છે અને વહેલા શાળામાંથી જતા રહેતા હોવાથી શિક્ષણ ઉપર મોટી અસર પડી રહી છે. હાલ વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકાના કોટડા(ધા) ગામની પ્રાથમિક શાળામાં શાળાના આચાર્યના ગેર વહીવટને લઇને સોમવારે ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવતા શિક્ષણ વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા અને ગ્રામજનોને સમજાવવા માટે તજવિજ હાથ ધરી હતી. કોટડા(ધા) ગામની પ્રાથમિક શાળાના આચાર્ય સંગીતાબેન શ્રીમાળી સામે ગ્રામજનોએ ધાનેરા તાલુકા  શિક્ષણાઅધિકારીને ૨૬ ઓગસ્ટના રોજ આ ૧૩ મુદ્દાઓ બાબતે લેખીતમાં ગ્રામજનો દ્વારા રૂબરૂ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ પગલાં ભરવામાં ન આવતા ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરાઈ હતી. જ્યાં સુધી શાળાના આચાર્યની બદલી કરવામાં નહી આવે ત્યાં સુધી શાળા બંધ રાખવા માટે પણ મક્કમતા દાખવી હતી. ચાર દિવસ શાળા બંધ રહેતા જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતે તપાસ કરવા આદેશ આપતા જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીએ અને ટી.પી.ઓ. ને તપાસ માટે કોટડા ગામે મોકલ્યા હતા. તેમજ શાળાના આચાર્ય સંગીતાબેન શ્રીમાળીને ધાનેરા તાલુકા પંચાયત ખાતે કામગીરી માટેનો હુકમ કરવામાં આવતા ગ્રામજનોએ શાળા ખોલવા માટે પરવાનગી આપી હતી. જેથી આજથી કોટડા(ધા) ગામની પ્રાથમિક શાળામાં બાળકો ભણવા માટે આવશે.

Download Our B K News Today App



Related News