આનંદો ઃ ગુજરાતમાં આજથી સિનેમાગૃહો ખુલ્લા મુકાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-15 11:41:06
  • Views : 308
  • Modified Date : 2020-10-15 11:41:06

ગુજરાત સરકારે રાજ્યમાં આવેલા સિનેમાગૃહો, થિયેટરો, મલ્ટિપ્લેક્સીસ, ડ્રાઈવ-ઇન સિનેમા વગેરેને કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે રાજ્ય સરકારે છૂટછાટ આપ્યા બાદ ૧૫મી ઓક્ટોબરથી ૫૦ ટકા સીટિંગ કેપેસિટીના વપરાશથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સંદર્ભે રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગે મંગળવારે પરિપત્ર જાહેર કર્યો છે. આ દિશામાં હવે આવતીકાલથી રાજ્યભરમાં સિનેમાઘરો ખૂલવા જઈ રહ્યા છે. પરંતુ દરેક થયેટરોમાં કોવિડ ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવું પડશે. ૫૦% કેપેસિટી સાથે આવતીકાલથી રાજ્યમાં સિનેમાઘરો શરૂ થશે. ઓનલાઈન ટિકીટ બુકિંગ કરી શકાશે. દરેક શૉ બાદ સેનિટાઈઝેશન કરવું પડશે.
વડોદરા સહિત દેશભરમાં ૧૫ ઓક્ટોબરથી મલ્ટીપ્લેક્ષ શરૂ થવા જઈ રહ્યા છે. તેના માટે સરકારની ગાઈડલાઈન મુજબ મલ્ટીપ્લેક્ષો શરૂ કરવા માટે થિયેટરોના માલિકો સજજ થઈ ગયા છે. કોરોના મહામારી ચાલતી હોવાથી સોશિયલ ડિસ્ટન્સ સાથે ૫૦ ટકા સીટ પર જ લોકોને બેસાડી શકાશે.
પેપરલેસ વ્યુઅચલ ટીકીટો
આપવી પડશે. દરેક શો બાદ એડીટોરીયમને સેનેટાઈઝીગ કરવું પડશે. સિનેમાઘર બંધ હોવાથી ઇન્ડસ્ટ્રીને દર મહીને ૧૫૦૦ કરોડનું નુકશાન થતું હતું.

Download Our B K News Today App



Related News