આજી-ન્યારીમાં પાણીની કટોકટીના એંધાણ ર૦ થી પ૦ દિવસનો જળનો જથ્થો જોવા મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 17:25:56
  • Views : 336
  • Modified Date : 2020-03-11 17:25:56

શહેરના પાણી વિતરણના આધારસ્તંભ સમા આજી-ન્યારી ડેમમાં હવે ઉનાળામાં જળ કટોકટીના એંધાણ વર્તાઇ રહ્યા છે. કેમકે આ બંને ડેમોમાં માત્ર ર૦ થી પ૦ દિવસ જેટલું જ પાણી છે.ત્યારે જો રાજય સરકાર આગામી સપ્તાહમાં રાજકોટના ડેમોને નર્મદા નીરથી ભરી દેવાનું શરૂ નહી કરે તો શહેરમાં પાણીની મોકાણ સર્જાવાની ભીતી છે.આ અંગે કોર્પોરેશનના ઇજનેરી સુત્રોના જણાવ્યા મૂજબ રાજકોટને પાણી પુરૂ પાડતા આજી ડેમની હાલની સપાટી ૧૭.૬૦ ફુટ છે.જે માત્ર ર૦ દિવસ ચાલે તેટલુ જ છે.ન્યારી-૧માં પણ હાલની સપાટી ૧૭ ફુટની છે.જેમાંથી રાજકોટમાં પ૦ દિવસ પાણી વિતરણ થઇ શકે તેમ છે. જેમાં ભાદર-૧માં ર૭ ફુટ જેટલો જળજથ્થો છે.તેમાથી રાજકોટ માટે ૧૪ર દિવસ પાણી ઉપાડી શકાય. આ ડેમનું પાણી જયુબેલી ઝોનના ૪ જેટલા વોર્ડમાં જ આપી શકાય છે.આમ શહેરના પાણી વિતરણ માટે આધારસ્તંભ એવા આજી-ન્યારી બન્ને ડેમોમાં અનુક્રમે ર૦ થી પ૦ દિવસનું પાણી છે.ત્યારે રાજય સરકારે સૌપ્રથમ આજી ડેમને નર્મદા નીરથી ભરી દેવાનું આગામી સપ્તાહથી જ ભરી દેવાનું શરૂ કરવુ જ કેમકે માળીયા પમ્પીંગ સ્ટેશનેથી રાજકોટ સુધી નર્મદા નીર પહોંચતા ૧૦ દિવસ લાગે. આમ જો હવે રાજકોટને વહેલી તકે નર્મદા નીર નહી મળે તો ઉનાળામાં પાણીની મોકાણ સર્જાશે.આમ ન્યારી ડેમમાં પણ એપ્રીલના અંત સુધીમાં નર્મદા નીર પહોંચાવાની તાતી જરૂર લાગી રહી છે.આમ નોંધનીય છે કે બે મહીના અગાઉ મ્યુ.કમિશનરએ રાજય સરકારને પરિપત્ર પાઠવી રાજકોટને ૧પ માર્ચ પછી વધારાના નર્મદા નીર આપવાની માંગણી કરતો પત્ર પાઠવ્યો હતો.આ પત્રનો હજુસુધી સરકારે કોઇ સતાવાર જવાબ મ્યુ.કમિશનરને નથી આપ્યો અને બીજીતરફ આજી-ન્યારીમાં જળકટોકટીના ટકોરા વાગી રહ્યા છે.ત્યારે પાણી પ્રશ્ને તંત્ર વાહકો ચિંતીત બન્યા છે.

Download Our B K News Today App



Related News