ડીસાના જૂની ભીલડી ગામે અજગર નિકળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-21 11:46:49
  • Views : 409
  • Modified Date : 2019-09-21 11:46:49

ડીસા તાલુકાના જૂની ભીલડી ગામેથી રફીકભાઈના ખેતરમાં અજગર હોવાની જાણ થતા આજુબાજુના લોકો એકઠાં થઈ વનવિભાગને જાણ કરવામાં આવતા અજગરને પકડી
પાડવામાં આવ્યો હતો.
હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોવાના કારણે ઠેર-ઠેર  જીવ-જંતુઓ નીકળતા હોય છે. ત્યારે સાંજના સમયે ડીસા તાલુકાના ભીલડી ગામે રહેતા કાછોલા રફીકભાઈ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક તેમની નજર એક વિશાળકાય અજગર પર જતાં તેઓ ત્યાંથી નાસી જઇ તાત્કાલિક આજુબાજુના ખેતરમા રહેતા ખેડૂતોને જાણ કરી હતી. જે બાદ તાત્કાલિક આજુબાજુના લોકો ૧૦ ફૂટ લાંબા અજગરને જોતાં તેઓ સ્થળ પર પહોંચી તાત્કાલિક ડીસા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ ડીસા વન વિભાગની ટીમ તાત્કાલિક જૂની ભીલડી ખાતે
પહોંચી અજગરને પકડવા માટે રેસ્ક્યૂ શરૂ કર્યુ હતુ. ત્યારબાદ તાત્કાલિક અજગરને પકડી વનવિભાગ દ્વારા દાંતીવાડા ડેમમાં છોડી દેવામાં આવ્યો હતો. આમ વિશાળકાય અજગર પકડાતા જૂની ભીલડી ગામના લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.

Download Our B K News Today App



Related News