કોર્પોરેટર બનવા એક વોર્ડમાં ૫૦ ઉમેદવારો લાઇનમાં, આજે સેન્સ લેવાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-23 11:21:26
  • Views : 298
  • Modified Date : 2021-03-23 11:21:26

મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. ૧૧ વોર્ડમા ૪૪ ઉમેદવારો ચૂંટાઇને આવશે.
પરંતુ ભાજપમાં એક વોર્ડમાં ઓછામાં ઓછા ૫૦ ઉમેદવારો લાઇનમાં હાલના તબક્કે જાેવા મળી રહ્યા છે. શહેરના કાર્યાલયમાં ૨૫ અને વોર્ડ પ્રમુખોની ઓફિસમાં ૨૫ ઉમેદવારો બાયોડેટા આપતા થપ્પા થવા લાગ્યા છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ વોર્ડ દીઠ બેઠક કરી રહી છે. જેમાં એક વોર્ડમાં ઓછામાં ઓછા ૧૫ બાયોડેટા મળી રહ્યા છે. જેને લઇને સેન્સ પ્રક્રિયા અઘરી બનતી જાેવા મળી રહી છે.
શહેરમાં ભાજપના ભાગલા પડી ગયા છે, નેતાઓ હુ નહિ તો મારો સર્મથકને ટીકીટ મળે તેવી માગ કરી રહ્યા છે. વિસ્તાર વધવાની સાથે ઉમેદવારો પણ વધી ગયા છે. ત્યારે સેન્સ પ્રક્રિયા ભાજપ માટે માથાના દુઃખાવા સમાન બની રહે તેવા એંધાણ જાેવા મળી રહ્યા છે. આજે શહેરના તમામ ૧૧ વોર્ડ માટે ઉમેદવારોની એક જ દિવસે સેન્સ પ્રક્રિયાની ગોઠવણ કરાઇ છે. અલગ અલગ જગ્યાએ સેન્સ પ્રક્રિયા ગોઠવવામાં આવી છે, જેના કારણે વિવાદ ટાળી શકાય.
હાલના તબક્કે એક વોર્ડમા ૫૦ ઉમેદવારો મેદાનમાં છે. દરેક કાર્યકરને ટીકીટ લઇને
કોર્પોરેટર બની જવું છે. ત્યારે જેને લઇને પાર્ટીમાં કામ નહિ કરનાર ઉમેદવારો પણ કોર્પોરેટર બનવા મથામણ કરી રહ્યા છે. જૂના કાર્યકરોની અવગણના કરવાનુ પાર્ટીને પોષાય તેમ નથી. હાલમાં તો પાર્ટી અમદાવાદની ફોર્મ્યુલા અપનાવે તેવુ જાેવા મળી રહ્યુ છે. પરંતુ બીજી તરફ કાર્યાલયમાં બાયોડેટાના થપ્પા થઇ રહ્યા છે.


કોંગ્રેસે વોર્ડ પ્રમાણે બેઠકો શરૂ કરી, વોર્ડ દીઠ ૧૫ બાયોડેટા આવ્યા
કોંગ્રેસે નવા ગાંધીનગર ગણાતા રાયસણમાંથી ચૂંટણી બેઠકની શરૂઆત કરી છે. ત્યારે ભાજપની તુલનામા વોર્ડ દીઠ ઓછા બાયોડેટા મળી રહ્યા છે. પરંતુ ધીમેધીમે કોંગ્રેસમાં ઉમેદવારો બહાર આવી રહ્યા છે. હાલના તબક્કે કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ એક વોર્ડ દીઠ ૧૫ બાયોડેટા આવી રહ્યા છે. આજે કોલવડા પાસે એક બેઠક કરાઇ હતી. જેમાં ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો સાથે વાર્તાલાપ કરાયો હતો.

ભાજપ દ્વારા આજે સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે
ભાજપમાં દાવેદારોનો રાફડો જાેવા મળી રહ્યો છે. ત્યારે આજે વોર્ડ પ્રમાણે દાવેદારી કરવા ઇચ્છુક ઉમેદવારોની સેન્સ લેવાશે.  જેમાં
વોર્ડ ૧     (સેક્ટર ૨૫,૨૬ અને રાંધેજા) સવારે ૧૦ઃ૩૦ થી ૧૨ઃ૩૦ દરમિયાન સેક્ટર ૨૧ કમલમ કાર્યાલય,
વોર્ડ ૨     (પેથાપુર, જીઇબી) બપોરે ૧ઃ૩૦થી ૩ઃ૩૦ વાગ્યે સેક્ટર ૨૧ કમલમ કાર્યાલય,
વોર્ડ ૩     (સેક્ટર ૨૪,૨૭,૨૮) બપોરે ૩ઃ૪૫થી ૫ઃ૪૫ વાગ્યે કમલમ કાર્યાલય,
વોર્ડ ૪     (પાલજ, ધોળાકુવા) સવારે ૧૦ઃ૩૦થી ૧૨ઃ૩૦ સુધી મેયર બંગલો સેક્ટર ૧૯,
વોર્ડ ૫     (પંચદેવ) બપોરે ૧ઃ૩૦થી ૩ઃ૩૦ સુધી મેયર બંગલો સેક્ટર ૧૯,
વોર્ડ ૬     (મહાત્મા મંદિર) બપોરે ૩ઃ૪૫થી ૫ઃ૪૫ સુધી મેયર બંગલો સેક્ટર ૧૯,
વોર્ડ ૭     (કોલવડા, વાવોલ) સવારે ૧૦ઃ૩૦થી ૧૨ઃ૩૦ મેયર બંગલો સેક્ટર ૧૯,
વોર્ડ ૮     પોર, અંબાપુર, સરગાસણ) બપોરે ૧ઃ૩૦થી ૩ઃ૩૦ નાઝાભાઇનુ કાર્યાલય સેક્ટર ૧૨,
વોર્ડ ૯     (સેક્ટર ૨,૩,કુડાસણ) બપોરે ૩ઃ૪૫થી ૫ઃ૪૫ નાઝાભાઇનુ કાર્યાલય સેક્ટર ૧૨,
વોર્ડ ૧૦     (સેક્ટર ૬,૭, કોબા) સવારે ૧૦ઃ૩૦થી ૧૨ઃ૩૦ ભૈરવનાથ પાર્ટી પ્લોટ રાયસણ અને
વોર્ડ ૧૧     (ભાટ, ખોરજ) બપોરે ૧ઃ૩૦થી ૩ઃ૩૦ વાગ્યે ભૈરવનાથ પાર્ટી પ્લોટ રાયસણ ખાતે ધારાસભ્ય, સાંસદ સભ્ય, પ્રદેશ હોદ્દેદારોની હાજરીમાં ઉમેદવારોની સેન્સ લેવામાં આવશે.

Download Our B K News Today App



Related News