શંખનાદ સાથે આજે અંબાજીમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-02 12:03:41
  • Views : 350
  • Modified Date : 2020-09-02 12:03:41

દર વર્ષે ભાદરવી પૂર્ણિમાના સાત દિવસના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના પ્રસિદ્ધ શક્તિપીઠ તરફ પદયાત્રા કરે છે. જેનું એક વિશિષ્ટ અને અનેરૂ મહત્વ છે. પરંતુ આ સાલ કોરોના મહામારીને લઈને ભાદરવી પૂનમનો મહામેળો મોકૂફ રાખવામાં આવ્યો હતો અને માઈભક્તોને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી જીવંત દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો. જેમાં છઠ્ઠા દિવસે કુલ મળીને ૨૯.૫૦ લાખ શ્રદ્ધાળુઓએ ઘેર બેઠા દર્શન કર્યા હતા.  ગુજરાતના તિરૂપતિ સમાન બનાસકાંઠા જિલ્લાના પૂર્વ વિસ્તારમાં આરાસુર પર્વત પર બિરાજમાન મા અંબાનો ભાદરવી પૂનમનો મેળો આ વખતે કોરોના મહામારીને લઈને મોકૂફ કરવામાં આવ્યો હતો. ૩૦૦ વર્ષમાં પ્રથમવાર આ મહામેળો મોકૂફ રહ્યો હતો. ત્યારે અંબાજીમાં સાત દિવસ દરમિયાન મા જગદંબાના સમસ્ત જન જીવનનું રક્ષણ કરે તેવા શુભ આશયથી માના ચાચરચોકમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં ૫૧ શક્તિપીઠના અને યજ્ઞશાળા નામ બ્રાહ્મણ દ્વારા છ દિવસથી માતાજીની મૂર્તિને અભિષેક કરીને આ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેની આજે (બુધવારે) શંખનાદ કરીને સાંજે ૪-૩૦ કલાકે પૂર્ણાહુતિ કરાશે. ત્યારબાદ આરતી કરવામાં આવશે. અગાઉ દેવસ્થાન ટ્રસ્ટમાં ૧૯૯૪માં શિખર કળશ સ્થાપન સમયે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાયો હતો. જેથી આ વર્ષે તેનું આધ્યાત્મિક મહત્વ ખૂબ જ અનેરું છે. જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર છ દિવસથી જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જેમાં છ દિવસમાં કુલ ૨૯.૫૦ લાખ શ્રદ્ધાળુઓએ ઘેરબેઠા ટેકનોલોજીની મદદથી ડિઝિટલ દર્શનનો લાભ મેળવ્યો હતો.

Download Our B K News Today App



Related News