કોરોના રસી લેવા તૈયાર થયેલા ૨૫ લોકોની હાજરીમાં આજે મોકડ્રીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 11:06:47
  • Views : 268
  • Modified Date : 2020-12-29 11:06:47

કોરોના વાઇરસે દુનિયાને હચમચાવી નાંખી છે. ત્યારે હવે વેક્સીન નામનું એક આશાનું કિરણ જાેવા મળી રહ્યુ છે. ગાંધીનગર જિલ્લામાં વેક્સીન આવ્યા બાદ તેને કેવી રીતે
આપવી તેને લઇને મોકડ્રીલનું આયોજન કરાયુ છે. આજે મંગળવારે અને બુધવાર બે દિવસ સુધી શહેર ઉપરાંત જિલ્લાના આરોગ્ય કેન્દ્ર ઉપર રસી લેવા તૈયાર થયેલા લોકોની હાજરીમાં મોકડ્રીલ યોજાશે.
પાટનગરનું આરોગ્ય વિભાગ વિભાગ હજુ સુધી કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યું છે. પરંતુ હવે વધુ સારવારના કરવી પડે અને નાગરિકો કોરોનાના ડર વિના
પહેલા જેવું જીવન જીવે તે માટેની કામગીરીમા લાગી ગયું છે. કોરોનાની વેક્સીન આવ્યા બાદ તેને રસી લેનારા નાગરિકોને કેવી રીતે રસી
આપવી તેની કામગીરીમાં લાગી ગયા છે. ત્યારે આજે મંગળવારે અને આવતીકાલ બુધવાર બે દિવસ સુધી સુઘાડ, અડાલજ, ખાનગી હોસ્પિટલ, તારાપુર બસ સેન્ટર, મેડીકલ કોલેજ, સેક્ટર ૨ અર્બન હેલ્થ સેન્ટર, ઇન્દ્રોડા અને સેક્ટર ૨૪ પ્રાથમિક શાળામાં વેક્સીનની મોકડ્રીલ યોજાશે.
જેમાં ત્રણ વિભાગમાં સ્ટાફને હાજર રાખવામાં આવ્યો છે. આ કામગીરીમા ફરજ બજાવનાર તમામ સ્ટાફને તૈયાર કરી દેવાયો છે. કામગીરી દરમિયાન કોઇ ચૂક ના થાય તેની પણ વિશેષ માહિતી આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News