પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો આજે જન્મદિવસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-21 11:10:49
  • Views : 1245
  • Modified Date : 2020-07-21 11:10:49

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો ૨૧ જુલાઈએ જન્મ દિવસ છે. આ પ્રસંગે ગાંધીનગરમાં 'વસંત વગડો' હંમેશા શુભેચ્છકો અને સમર્થકોની હાજરીથી મહકતો રહ્યો છે અને વર્ષોથી જન્મદિન પર રાજ્યના ખૂણે ખૂણેથી આવેલા લોકોના સ્નેહનો સાક્ષી રહ્યો છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે, કોરોના મહામારીના સમયમાં  સૌને નમ્ર વિનંતિ છે કે જીવના જોખમે રૂબરૂ શુભેચ્છાઓ આપવાનું ટાળશો. આપ સૌના પ્રેમ અને સ્નેહનો હંમેશા ઋણી રહીશ...આપ સૌ સલામત રહો અને સુખી રહો તેવી પ્રભુને પ્રાર્થના તેમણે કરી છે.

Download Our B K News Today App



Related News