રામ મંદિરની શોભા વધારશે જયભોલે ગૃપનું અજયબાણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-29 08:55:41
  • Views : 73
  • Modified Date : 2023-12-29 08:55:41

22 જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવવાની છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવનકારી અવસર માટે ગુજરાતના કરોડો ભક્તોમાં પણ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે , ત્યારે હવે ગુજરાતમાં બનેલા વિશેષ નગારા અને અજયબાણ પણ રામ મંદિરની શોભા વધારવા જઇ રહ્યા છે.રામ મંદિર માટે ગુજરાતમાંથી અનેક ચીજવસ્તુઓ બનાવીને અયોધ્યા મોકલવામાં આવી છે. અંબાજીમાં અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા 11 કિલોનું પાંચ ફૂટ લાંબુ પંચધાતુનું અજયબાણ બનાવી અંબાજી ખાતે લાવવામાં આવ્યું છે. જે અજયબાણને ગબ્બર ગઢ ઉપર લઇ જવાયું હતું અને અજયબાણની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી.મહત્વનું છે કે અંબાજી સાથે ભગવાન શ્રીરામનો જૂનો સંબંધ છે. કેમ કે વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામને શ્રીંગી ઋષિએ માતાજીની આરાધના કરવા કહ્યું હતું અને માતાજીએ પ્રસન્ન થઇ રાવણનો વધ કરવા માટે અજયબાણ આપ્યું હતું, આ એ જ અજયબાણની પ્રતિકૃતિ છે.રામ મંદિરને લઈને આખો દેશ રામમય બની ગયો છે. સૌ કોઈ ઈચ્છે છે કે, તેઓ રામ મંદિર સાથે જોડાય, ત્યારે ડગબર સમાજે પણ રામ મંદિર માટે મહાકાય નગારું બનાવ્યું છે. અમદાવાદમાં બનેલું આ મહાકાય નગારું રામ મંદિરની શોભા વધારશે. આ નગારાની વિશેષતા અંગે વાત કરીએ તો 500 કિલોનું આ નગારું છે. નગારાની ઊંચાઈ 56 ઈંચ છે. 20 કારીગરોએ ત્રણ મહિના સુધી મહેનત કરીને બનાવ્યું છે. બીજી તરફ આ નગારું બનાવામાં 8 લાખનો ખર્ચ થયો છે. આ ખાસ નગારું 14 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. સાથે જ રસ્તામાં આવતા ડબગર સમાજના ગામોમાં આ નગારાના દર્શન કરાવામાં આવશે અને ત્યારબાદ અયોધ્યા લઈ જવામાં આવશે.

Download Our B K News Today App



Related News