ઝુંડાલ નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-28 11:06:54
  • Views : 267
  • Modified Date : 2021-01-28 11:06:54

ઝુંડાલ નર્મદા કેનાલમાથી પ્રજાસત્તાક પર્વના દિવસે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે ૩૦ વર્ષના યુવકે કેનાલમાં આત્મહત્યા કરી હોવાનુ અનુમાન લગાવાઇ રહ્યું છે. જ્યારે યુવકને હોઠ અને નાક ઉપર કેનાલમાં પડ્યા બાદ ઇજા થઇ હોય તેવુ સામે આવી રહ્યુ છે. અડાલજ પોલીસે યુવકના વાલીવારસને શોધવાની કાર્યાવાહી હાથ ધરી છે.
ગાંધીનગર પાસેથી પસારથતી નર્મદા કેનાલમાં અનેક લોકો મોત વ્હાલુ કરે છે. પોલીસ દ્વારા અનેક મૃતદેહની અંતિકક્રિયા સુધી કરવામા આવે છે. ત્યારે ઝુંડાલ કેનાલમાથી વધુ એક આશરે ૨૫થી ૩૦ વર્ષના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જેને વાદળી કલરનો આંખી બાયનો શર્ટ અને બ્લ્યુ કલરનુ જીન્સ પેન્ટ પહેર્યુ છે. જ્યારે જમણા કાનની બુટ ઉપર
પીળી ધાતુની ડાયમંડવાળી બુટ્ટી
પહેલી છે. તે ઉપરાંત ડાબા હાથની કલાઇ ઉપર અંગ્રેજીમાં એચ છુંદાવેલો છે. અડાલજ પોલીસ દ્વારા મૃતક યુવકના
પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તે ઉપરાંત કોઇ વ્યક્તિ ઓળખતો હોય તો
પોલીસ સ્ટેશનનો સીધો સંપર્ક કરી શકે છે.

Download Our B K News Today App



Related News