ડીસા હાઇવે પર વાહનની ટકકરથી અજાણ્યા વ્યક્તિનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-10 11:46:28
  • Views : 358
  • Modified Date : 2020-09-10 11:46:28

ડીસા આખોલ ચાર રસ્તા નજીક સોમવારે મોડી સાંજે અજાણ્યા વાહનની ટકકરથી ૩૦ વર્ષીય યુવકનું મોત
નિપજયું છે. મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં
પી.એમ. માટે લાવવામાં આવી હતી. મૃતક યુવકે સફેદ લીલા કલરની ચોકડીવાળુ શર્ટ પહેરેલ છે અને જમણા હાથના કાડા ઉપર "જગમોહન જરાઇ" લખેલું છે અને લાલ દોરો બાધેલો છે. મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખેલી છે. જેથી વાલી-વારસોને ડીસા તાલુકા પોલીસ મથકનો
સંપર્ક કરવો તેમ ડીસા તાલુકા પોલીસ મથકના હે.કો. અમરતભાઇ માધુભાઇએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News