અડાલજ નર્મદા કેનાલ પાસેથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-20 12:02:05
  • Views : 380
  • Modified Date : 2021-03-20 12:02:05

ગાંધીનગર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં છાશવારે લોકો મોતની છલાંગ લગાવે છે. ત્યારે  ગુરૂવારે સમી સાંજના સમયે આશરે ૩૦ થી ૩૫ વર્ષની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઇને અડાલજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી વાલીવારસોને શોધવાની કામગીરી કરવામા આવી છે.
મળતી માહિતી મુજબ અડાલજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે આવેલી એક હોટલની નજીક એક અજાણી મહિલાની પાણીમાં ડૂબી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ બનાવની જાણ અડાલજ
પોલીસ મથકે કરવામાં આવતા સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો હતો. મૃતક મહિલાએ છીંકણી કલરનુ ટોપ અને મરૂન કલરનો લઘો પહેરેલો છે. જ્યારે ડાબા હાથની કલાઇ ઉપર તલનંુ નિશાન છે. આ મહિલાના
પરિવારજનોએ અડાલજ
પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

Download Our B K News Today App



Related News