સેક્ટર ૨૧ શોપીંગ સેન્ટરમાં ગટરો ઉભરાઈ તંત્ર અજાણ-વેપારીઓ પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-12 11:57:24
  • Views : 284
  • Modified Date : 2021-01-12 11:57:24

ગાંધીનગર શહેરના સેક્ટર ૨૧ ડિસ્ટ્રીક્ટ શોપીંગ સેન્ટરમાં તંત્ર દ્વારા ફુટપાથ અને પાર્કિંગ બનાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. પરંતુ ત્યાં આવેલી ગટર લાઈનો છાશવારે ઉભરાતી રહેતી હોય છે. તેનું કાયમી નિરાકરણ હજી સુધી આવ્યું નથી.  જેને કારણે ત્યાં ખરીદી કરવા આવતા લોકો અને વેપારીઓને મોટી હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે. વેપારીઓ દ્વારા તંત્રને વાંરવાર જાણ કરવા છતાં ઉકેલ નહી આવતા વેપારીઓ એવું કહી રહ્યા છે ફૂટપાથ અને
પાર્કિંગ છોડો પહેલા ગટરો ઉભરાય છે.
ગાંધીનગર શહેરના હાર્દ સમાં સેક્ટર ૨૧ ડિસ્ટ્રીક્ટ
શોપીંગ સેન્ટરમાં તંત્ર  દ્વારા ફુટપાથ અને પાર્કિંગની સમસ્યા દુર કરવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ છાસવારે
ઉપસ્થિત થતો ગટર ઉભરાવાનો પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી ચાલી આવે છે. જેનું કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી. વેપારીઓએ જણાવ્યું હતું કે, અહી આવેલી ગટર લાઈન  છાસવારે ઉભરાય છે. અને ગટરનું ગંદુ પાણી બહાર નિકળે ત્યારે ગંદી વાસ પણ મારતી હોય છે. જેને કારણે વેપારીઓ તથા ત્યાં ખરીદી કરવા આવતા લોકોને ભારે મુશ્કેલીનો  સામનો કરવો પડી રહ્યો છે.  વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, છાસવારે ઉભરાતી ગટરોને કારણે ગંદકી ખુબ પ્રમાણમાં થાય છે. તેથી રોગચાળો ફેલાવોનો પણ ભય રહેલો છે. તંત્રને વાંરવાર રજુઆત કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી. ત્યારે ડિસ્ટ્રીકટ
શોપીંગમાં તૈયાર કરવામાં આવી રહેલા પાર્કિંગ અને ફુટપાથ સંદર્ભે પણ ક્યાંકને ક્યાંક
વેપારીઓને નારાજગી પણ દેખાઈ આવી હતી. તથા જેની સીધી અસર આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં પણ પડી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News