સોનાના ઐતિહાસિક ભાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-31 11:30:25
  • Views : 624
  • Modified Date : 2019-08-31 11:30:25

સહુથી સુરક્ષિત રોકાણ માનવામાં આવતા સોનાના ભાવોએ ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે અને સોનાનો ભાવે ઓલ ટાઈમ હાઇ નોંધાયો છે. જેની અસર સોનાની ખરીદી પર પડતાં વેપારીઓ પણ મુંજવણમાં મુકાઇ ગયા છે.
સોનાને સહુથી સુરક્ષિત રોકાણ માનવમાં આવે છે અને એટલા જ માટે સદીયોથી લોકો સોનામાં રોકાણ કરતાં આવ્યા છે. છેલ્લાં કેટલાંક સમયથી સોનાના ભાવોમાં થઈ રહેલા સતત વધારાને
પગલે  સોનાનો ભાવ પ્રથમવાર ચાલીસ હજારને
પાર પહોંચી ગયો છે.  સોનાનો ભાવ પ્રથમવાર ચાલીસ હજાર ઉપર પહોંચી જતાં તેની અસર હાજર બજારમાં પણ જોવા મળી છે. સોનાની માંગમાં ભાવ વધવાના કારણે ધરખમ ઘટાડો નોંધાયો છે. જેથી સોનાના
 વેપારીઓ પણ ચિંતિત થઈ ઉઠયા છે. સોનાના ભાવમાં થયેલા વધારા અંગે ડીસાના વેપારીઓ જણાવી રહ્યા છે  કે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના લીધે બેન્કોમાં વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને તેના લીધે લોકો હવે સોનામાં રોકાણ કરવા લાગતા સોનાની માંગ વધતા સોનાના ભાવોમાં ઉછાળો નોંધાયો છે અને  સોનાએ તેની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે.
સોના ચાંદીનો વેપાર કરતાં વેપારીઓનું માનવુ  છે કે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની માંગ હજુ પણ હોવાના લીધે સોનાના ભાવો હજુ પણ ઊંચા જવાની શક્યતા જોવા મળી રહી છે અને તેની અસર ઘરેલુ બજાર પર પડશે.

Download Our B K News Today App



Related News