મહામરી સમક્ષ સરકારની અગમચેતી રાજયમાં નવા ૪૨,૦૫૧ આઇસોલેશન બેડ તૈયાર કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-16 12:14:08
  • Views : 552
  • Modified Date : 2020-07-16 12:14:08

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે છેલ્લા અમુક દિવસો ની વાત કરીએ તો રાજ્યમાં કોરોના સંક્રમણના પોઝિટિવ કેસ ૯૦૦નો આંકડો પાર કરી રહ્યો છે.રાજ્ય સરકારે અગમચેતી
રૂપે રાજ્યમાં ૪૨,૦૫૧ જેટલા આઇસોલેશન બેડ તૈયાર કરી દીધા હોવાની મહત્વની જાહેરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાન નિતીન
પટેલે કરી હતી. જ્યારે આજ દિન સુધીમાં રાજયમાં કુલ ૩૬૪૪ કન્ટેનમેન્ટ ઝોન છે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે સર્વેલન્સ મહત્વનું સાબિત થયું છેનિતીન પટેલે જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં કોઈ જ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વધારે ૪૧ હજારથી વધુ આઇસોલેશન બેડ તૈયાર કરી દેવામાં આવ્યાં છે. જ્યારે નિતીન પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સર્વેલન્સ માટે ૪૯૧૦ની આરોગ્ય વિભાગ ની ટીમ ફિલ્ડ લેવલે કામ કરે છે. જેમાં પ્રતિ એક ટીમમાં ૨ આરોગ્યકર્મી, ૨ આશાવર્કર અને એક ડોક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં વધુ ૪૨,૦૫૧ આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે. જેમાં ૧૦,૩૭૭ થી વધુ પથારી ઓક્સિજન સુવિધાવાળી, ૩૨૫૦ આઇસીયુ બેડ, અને ૨૨૩૧ બેડ વેંન્ટિલેટર સાથે તૈયાર કરી દેવામાં આવ્યાં છે. . આ સાથે જ રાજ્યમાં ડબ્લિંગ રેટ નથી અને મૃત્યુ દરમાં થયો ઘટાડો નોંધાયો છે, એપ્રિલ મેં માસ દરમિયાન રાજ્યમાં કોરોનાથી મૃત્યુ દર ૬.૫ હતો જે આજે ઘટીને ૧.૦૫ ટકા છે.
ધન્વંતરી મદદની કામકાજની પણ તમામ માહિતી રાજ્યના મુખ્યપ્રધાન વિજય
રૂપાણી સુધી પહોંચે છે અને તે ક્યાં ફરી કેવી રીતે ગયા કેટલા લોકોના ટેસ્ટિંગ કર્યા તે તમામ પ્રકારની વિગતો રાજ્ય સરકારને મળતી રહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યાં હતાં. તેને ધ્યાનમાં લઇને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી રથ ચલાવવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. હવે સુરતમાં પણ આ જ રીતના ધન્વંતરી રથ શરૂ કરી દેવામાં આવ્યાં છે.આ ઉપરાંત ગુજરાત સરકારે ખાનગી હોસ્પિટલમાં ૫૦ ટકા જેટલા બેડ સરકાર હસ્તક રાખ્યાં હતાં તે બાબતે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જણાવ્યું હતું કે ,નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત મોડેલના વખાણ થયાં છે, જ્યારે અન્ય રાજયને પણ ગુજરાતની જેમ ખાનગી હોસ્પિટલમાં ૫૦ ટકા બેડ સરકાર પોતાની હસ્તક રાખે, ૫૦ ટકા બેડનું ભાડું સરકાર ચૂકવે તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News