એરપોર્ટ પોલીસે કર્યો નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ, મુખ્ય આરોપી પ્રતિક શાહની સુરતથી કરી ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-25 18:00:42
  • Views : 185
  • Modified Date : 2024-10-25 18:00:42

દિલ્લી એરપોર્ટ પોલીસે નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 6 એજન્ટોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નકલી વિઝા કૌભાંડના માસ્ટર માઈન્ડ પ્રતિક શાહની સુરતથી ધરપકડ કરવામાં આવી છે.દેશમાં ફરી એક વાર નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. દિલ્લી એરપોર્ટ પોલીસે નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 6 એજન્ટોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નકલી વિઝા કૌભાંડના માસ્ટર માઈન્ડ પ્રતિક શાહની સુરતથી ધરપકડ કરવામાં આવી છે.પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરતા નકલી વિઝા, સ્ટેમ્પ અને પ્રિન્ટીંગના સાધનો જપ્ત કર્યો છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર ગેરન્ટેડ કેનેડિયન વિઝાની જાહેરાત કરી હતી. આરોપીઓ ગુજરાતના જ નહીં પરંતુ દેશભરના લોકોને લોભામણી લાલચ આપી ફસાવ્યા હતા. પોલીસેની ટીમોએ 14 નકલી વિઝા સ્ટીકરો સહિતના સાધનો જપ્ત કર્યો છે. વિદેશ જવાની ઘેલછામાં લોકો લાખો રુપિયા ગુમાવતા હોય છે. તો ગેરકાયદે ઘુસણખોરી કરાવવા માટે એજન્ટો દ્વારા બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવતા હોય છે.

 

Download Our B K News Today App



Related News