અમદાવાદીઓ ચેતીને રહેજો! જ્યાં-ત્યાં વાહન પાર્ક ન કરતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-13 15:52:31
  • Views : 102
  • Modified Date : 2023-07-13 15:52:31

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા ટ્રાફિકના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયાસ કરાઈ રહ્યા છે. શહેરીજનોને ઓફ સ્ટ્રીટ અને ઓન સ્ટ્રીટ પાર્કિંગની સુવિધા પૂરી પાડવી, નવા બ્રિજ પ્રોજેક્ટ અમલમાં મૂકવા તેમજ રોડ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવા જેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આની સાથે તંત્રએ રોડ પર અન્ય વાહનચાલકોને અડચણરૂપ બને તે રીતે આડેધડ વાહન પાર્ક કરનારાઓ સામે પણ લાલ આંખ કરી છે, જે અંતર્ગત પૂર્વ ઝોનમાં એસ્ટેટ વિભાગની ટીમે કુલ 53 વાહનોને તાળાં મારી રૂ.22,300નો દંડ વસૂલ્યો હતો. પૂર્વ ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા વિરાટનગર વોર્ડમાં 10 વાહનોને લોક મારી રૂ.3000નો વહીવટીચાર્જ વસૂલાયો હતો. રામોલ-હાથીજણ વોર્ડમાં 11 વ્હીકલને તાળાં મારી રૂ.5000નો વહીવટીચાર્જ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે ઓઢવ વોર્ડમાં આઠ વાહનોને તાળાં મારી તંત્રએ રૂ.4000 વહીવટીચાર્જ પેટે વસૂલ્યા હતા. તંત્રએ ગોમતીપુર વોર્ડમાં સાત વ્હીકલને તાળાં મારી રૂ.2150, નિકોલ વોર્ડમાં આઠ વાહનોને તાળાં મારી રૂ. 3000, અમરાઈવાડી વોર્ડમાં સાત વાહનોને તાળાં મારી રૂ.2150 અને ભાઈપુરા વોર્ડમાં છ વ્હીકલને તાળાં મારી રૂ.3000નો વહીવટીચાર્જ વસૂલ્યો હોવાની વિગત પણ જાણવા મળી છે. આ ઉપરાંત ગોમતીપુર વોર્ડમાં આવેલા રાજપુર હેલ્થ ક્વાર્ટર્સમાં ભયજનક નોટિસ ફટકારાઈ હતી તેમજ ઓઢવ વોર્ડમાં એક કોમર્શિયલ શેડ દૂર કરવામાં આવ્યો હતો. તંત્રએ સમગ્ર ઝોનમાંથી ટ્રાફિકને નડતરરૂપ પાંચ લારી, એક પેડલ રિક્ષા, 62 બોર્ડ-બેનર અને 79 પરચૂરણ માલસામાન પણ જપ્ત કર્યો હતો. તેમજ રામોલ-હાથીજણ વોર્ડમાં રખડતાં ઢોરને ઘાસચારો નીરતા ધંધાર્થીઓ પર ત્રાટકીને કુલ 25 કિલો ઘાસચારો જપ્ત કર્યો હતો.

Download Our B K News Today App



Related News