અમદાવાદીઓએ 9 મહિનામાં માસ્ક નહીં પહેરવાનો 18 કરોડ દંડ ભર્યો, એક જ સપ્તાહમાં 2 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 15:07:44
  • Views : 314
  • Modified Date : 2020-12-14 15:07:44

    અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 53,668 થયો છે. જ્યારે 47,519 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 2,160 થયો છે. તેમ છતાંય શહેરમાં લોકો માસ્ક પહેરવા તૈયાર નથી તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ આવે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 9 મહિનામાં માસ્ક નહીં પહેરનારાઓએ 18 કરોડ રૂપિયાનો દંડ ભર્યો છે. જ્યારે એક જ સપ્તાહમાં પોલીસે 2 કરોડલ રૂપિયા દંડ પેટે વસૂલ્યા છે.દિવાળી બાદ શહેરમાં વધી ગયેલા સંક્રમણને કાબુમાં લેવા માટે રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. પોલીસ પણ ખડેપગે કામગીરી કરી રહી છે. જેથી હવે પોલીસ કર્મીઓ પણ કોરોના પોઝિટીવ થઈ રહ્યાં છે. પોલીસે 24 માર્ચથી લઈને 14 એપ્રિલ સુધીમાં અમદાવાદીઓ પાસેથી કુલ 18 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. છેલ્લા 9 મહિનામાં પોલીસે જાહેરનામા ભંગના કુલ 35 હજાર 745 કેસ કર્યાં છે. જ્યારે 44 હજાર 667 લોકોની ધરપકડ કરી છે. પોલીસે 24 માર્ચથી લઈને 14 એપ્રિલ સુધીના 9 મહિનાના સમયગાળામાં માસ્ક નહીં પહેરવા બદલ 3.13 લાખ કેસ કરીને 18.41 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. તે છતાંય લોકો હાલમાં માસ્ક વિના ફરી રહ્યાં છે. આવા લોકોની સામે પોલીસે કડક કાર્યવાહી કરવાની શરુ કરી દીધી છે.

    અમદાવાદમા અત્યાર સુધીમાં કુલ 1423 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયાં છે અને 1061 જેટલા પોલીસ કર્મચારીઓએ કોરોનાને હરાવ્યો છે. પરંતુ દુઃખદ વાત એ છે કે 13 પોલીસ કર્મચારીઓ કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે હાલ પણ 349 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત છે.પોલીસ અધિકારીઓ દ્વારા એક એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે કોર્પોરેશન સાથે મળી તમામ પોલીસ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.સાથો સાથ તમામ પોલીસ સ્ટેશન અને એજન્સીઓમાં સેનેટાઈઝર કરવામાં આવશે.પોલીસ વિભાગ દ્વારા નિયમોનું પાલન નહીં કરનારા લોકો પાસેથી 9મી ડિસેમ્બરે જાહેરનામા ભંગના કુલ 583 ગુનાઓ દાખલ કરવામાં આવ્યાં હતાં. જેમાં માસ્ક નહીં પહેરનાર તેમજ જાહેરમાં થૂંકનાર 12 હજાર 240 લોકો પાસેથી 1 કરોડ 21 લાખ 92 હજાર 500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત કર્ફ્યુ ભંગ તેમજ એમવી એક્ટ 207ની જોગવાઈઓના ભંગ બદલ 761 વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. તે ઉપરાંત 10મી ડિસેમ્બરે જાહેરનામા ભંગના કુલ 488 ગુનાઓ દાખલ કરીને માસ્ક નહીં પહેરનાર તથા જાહેરમાં થૂંકનારા 12 હજાર 344 વ્યક્તિઓ પાસેથી 1 કરોડ 22 લાખ 87 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ 805 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં.



Download Our B K News Today App



Related News