અંબાજીમાં પ્રસાદની દુકાનોમાં ચાલતી છેતરપિંડી સામે અમદાવાદી યુવક જંગે ચઢ્યો, વીડિયો ઉતારીને પોલ ખોલી નાખી
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-06-14 12:16:35
- Views : 205
- Modified Date : 2022-06-14 12:16:35
આ ઘટનામાં અમે પગલાં લીધા છે, પણ આ માર્કેટનો મુદ્દો છે, મંદિરનો નહીં : બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. ગુજરાત બહારના શ્રદ્ધાળુઓ પણ મોટીસંખ્યામાં માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવવા આવે છે. અંબે માતાના ધામમાં અમુક લેભાગુ વેપારીઓ દ્વારા ઉંઘાડી લૂંટના બનાવો છેલ્લાં કેટલાય સમયથી વધી રહ્યા છે. આવો જ એક કડવો અનુભવ અમદાવાદના રહીશ ગોપાલભાઈ પટેલને થયો હતો. તેમણે વેપારીની દાદાગીરી સામે ઝૂકવાના બદલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ન્યૂઝ સોશ્યલ મીડિયામાં વાઈરલ થતાં અનેક લોકોએ પોતાનો રોષ ઠાલવી પોતે પણ આનો ભોગ બનાવ્યા આપવીતી જણાવી હતી. બીજી તરફ તંત્રે હરકતમાં આવી ધમકી આપનાર વેપારીની દુકાન ખાલી કરાવી હતી. અમદાવાદના જાગૃત નાગરીક ગોપાલભાઈએ ભોગ્ય બન્યાના બીજા દિવસે દુકાનોમાં જઈને ત્યાં ચાલતી છેતરપિંડીની પોલ ખોલી હતી. ગોપાલભાઈ સાથે વાત કરી ખરેખર શું બન્યું હતું તેની વિગતો જાણી હતી.
ખરેખર શું બન્યું હતું?
અમદાવાદના બાપુનગરમાં ઈન્દિરા કોલોની વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ અરજણભાઇ પટેલે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ''હું અને મારા ચાર મિત્ર, જે મુંબઈથી આવેલા હતા, અમે બધા જ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા. અંબાજી સર્કલ આગળથી અમે ગાડી વળતા હતા એ વખતે ત્યાં કેટલાક માણસો બાઇક લઈને ઊભા હતા. એમાંથી એકે કહ્યું કે આગળ રસ્તો બંધ છે. અહીંથી વળી જાઓ. પછી એ ભાઈ બાઇક લઈને આગળ અમારી સાથે આવ્યા અને મંદિરની પાછળ અમને પાર્કિંગ કરાવ્યું. બાદમાં તેણે કહ્યું કે તમારે માતાજીનો શણગાર લેવો હોય તો અહીં અમારી દુકાન છે. પહેલા અમને પાંચ ટોપલી આપતા હતા. અમે કહ્યું કે અમારે પાંચ ટોપલી નથી જોઈતી, બે જ જોઈએ છે, એમ કહીને એ ભાઈને પાંચસોની નોટ આપી હતી. તો ના પાડીને કહ્યું કે જલદી જલદી જાઓ. દર્શન બંધ થઈ જશે. એ બધી તેમની મોનોપોલી હશે. તેમણે પૈસા ન લીધા તો અમે ચોખવટ કરી કે એક ટોપલીના 251 લેખે આપીશું. તો તેમણે હા પાડી. દર્શન કરીને અમે પરત આવ્યા ત્યારે તેમણે 1360 રૂપિયા માગ્યા હતા. અમે કહ્યું, 251 નક્કી તો કર્યા હતા, તો ઉપરના 500 રૂપિયા કેમ વધારે માગો છો? તમારે દેવા જ પડશેસ એમ તેમણે કહ્યું હતું. બાદમાં આજુબાજુના ચારથી પાંચ દુકાનવાળા ભેગા થઈ ગયા હતા અને તેમણે પણ ધાકધમકી આપીને "તમારે રૂપિયા દેવા જ પડશે, અમે છોડીશું નહીં" એમ કહ્યું હતું. ગાડીનું મહારાષ્ટ્રનું પાસિંગ જોયું હતું.''
પોલીસ સ્ટેશનમાં શું થયું?
ગોપાલભાઈ પટેલે જણાવ્યું કે, "પોલીસ સ્ટેશનમાં જઈ મેં રજૂઆત કરી હતી. ત્યારે કોન્સ્ટેબલ હાજર હતા. બાદમાં પોલીસ-ઇન્સ્પેકટર આવ્યા હતા. તેમણે અમારું સાંભળ્યું હતું અને ફરિયાદ પણ દાખલ કરી હતી. પછી સામેની વ્યક્તિને બોલાવી, જેનું નામ દિનેશ ગલબાજી વણઝારા હતું. તેણે કહ્યું હતું કે સાહેબ, માફ કરી દો. મેં કહ્યું, મારે પૈસા નથી જોઈતા. બીજા બે હજાર જોઈતા હોય તો હું આપું, પણ કેટલા લોકો સાથે તમે આવું કરતા હશો?"
બીજા દિવસે તપાસ કરતાં મોટા ભાગની દુકાનોમાં આવું જ ચાલતું હતું
તેમના કહેવા અનુસાર, બીજા દિવસે ત્યાં રોકાઈને તેઓ ફરીથી દિનેશની દુકાને ગયા હતા અને તેની સાથે વાત કરી તો તેણે ત્યારે રૂપિયા પરત આપવાની વાત કરી હતી. દરમિયાન બીજા દુકાનદારો પણ વચ્ચે પડ્યા હતા અને પૈસા પરત આપવાની તથા દિનેશને માફ કરી દેવાની વાત કરી હતી. ત્યાર બાદ બજારમાં અન્ય દુકાનોમાં તપાસ કરતાં જેટલા વેપારી ચૂંદડી, પ્રસાદ કે છત્ર વેચે છે, કોઈ પાસે ભાવ લખેલા નહોતા અને તે બધાના તેમણે વીડિયો બનાવ્યા હતા. સર્કલ પર જે ઊભા રહે છે તેમની આખી ટીમ છે. પોલીસ નગરપાલિકા કે મંદિરના ચેરમેન - સેક્રેટરી જે પણ હોય, તેમણે પણ આ ધ્યાન રાખવું જોઈએ. બહારના હરિભક્તો આવે છે, તેમને તકલીફ ન પડે એટલે ત્યાં બોર્ડ લગાવવાં જોઈએ અને પૈસા પડાવે છે એ બધું બંધ કરાવવું જોઈએ.
એક ઘટનાને કારણે આખા યાત્રાધામને બદનામ કરવું યોગ્ય નથી: જિલ્લા કલેક્ટર
લાખો માણસો ત્યાં આવતા હોય છે. આપણે તેમની સુવિધા સચવાય તેવા પ્રયત્નો કરીએ છીએ. ગ્રાહક સુરક્ષા કેન્દ્રને પણ એક્ટીવેટ કરેલું છે. ઘણી બધી ફરિયાદો ત્યાં પણ આવતી હોય છે. એની પર કાર્યવાહી પણ ચાલતી હોય છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. સ્થાનિક વેપારીઓ સાથે અમે સતત મિટિંગ કરતાં હોઈએ છીએ કે આવી ઘટનાઓ ન બનવી જોઈએ. આપણે ક્યાંક જઈએ ને આપણી સાથે આવું કંઈ બને તો આપણને જેવી લાગણી અનુભવીએ એવી જ બહારના માણસને પણ લાગણી અનુભવાતી હોય છે. એક માણસના નાના આવા દુર્વ્યવહારના કારણે આખેઆખું યાત્રા ધામ બદનામ થાય એ વસ્તુ યોગ્ય નથી. આવી ફરિયાદો બહુ ઓછી આવે છે. રોજ નથી આવતી. ત્યાં ત્રણ વસ્તુ ગોઠવી રાખી છે. પોલીસ વ્યવસ્થા, ગ્રાહક સુરક્ષા અને વેપારીઓ સાથે સતત મીટીંગ કરતાં હોઈએ છીએ.
ટ્રસ્ટમાં દરેક જિલ્લાના સભ્યોનો સમાવેશ કરો
આ અંગે નામ ન આપવાની શરતે અંબાજીના એક પદાધિકારીએ કહ્યું હતું કે આવી તો મહિનામાં એક બે બબાલ હોય જ છે. ત્યાં ખુલ્લી લૂંટ જ છે. મુસાફરને ઉલ્લુ બનાવીને પંદર માણસોનુ ટોળું ભેગું થઈ જાય કે આપવા જ પડશે પૈસા.પોલીસ ધારે તો બે દિવસમાં બંધ કરવી શકે છે. તેમજ અંબાજી ટ્રસ્ટમાં આખા ગુજરાતના જિલ્લામાંથી એક-બે સભ્યોનો સમાવેશ કરવો જોઈએ.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 17
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 41
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 173
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 156
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 138
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 113
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 111
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 69
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 118
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 112
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



