ટ્રાફિક નિયમો તોડવામાં અમદાવાદીઓ અવ્વલ! છેલ્લાં એક વર્ષમાં સીટબેલ્ટ ન પહેરનાર 36000 લોકો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-09 14:59:11
  • Views : 93
  • Modified Date : 2023-12-09 14:59:11

અમદાવાદીઓને પોલીસ ટ્રાફિક નિયમો બાબતે ગમે તેટલું સમજાવે તેમ છતાં નિયમો તોડવામાં અવલ્લ રહ્યા છે. વાત જાણે એમ છે કે, છેલ્લા એક વર્ષમાં અમદાવાદમાં સીટબેલ્ટ ન પહેરનાર 36000 લોકો ઝડપાયા છે. આ સાથે રોંગ સાઈડમાં આવનારની સંખ્યા પણ કઈ ઓછી નથી. 6 હજાર લોકો રોંગ સાઈડ આવનાર ઝડપાયા છે. આ સાથે 9 હજાર લોકો હેલ્મેટ વગર વાહન ચલાવતા ઝડપાયા છે. આ તરફ આ તમામ લોકોના દંડની વસુલી પણ કરોડો રૂપિયામાં પહોંચી છે. મેટ્રો સિટી અમદાવાદમાં પોલીસ ટ્રાફિક નિયમોની સમજણ માટે ગમે તેટલું કરે પણ અમુક લોકો આ બાબતે સુધરવાનું નામ નથી લઈ રહ્યા છે. વિગતો મુજબ અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં સીટબેલ્ટ ન પહેરનાર 36000 લોકો ઝડપાયા છે. આ લોકો પાસેથી પોલીસે અત્યાર સુધીમાં રૂ.1.83 કરોડનો દંડ વસૂલ્યો છતાં સ્થિતિ જેમની તેમ જ છે. આ સાથે ટુ-વ્હીલર પર લોકોની સુરક્ષા માટે હેલ્મેટ જરૂરી હોવા છતાં પણ છેલ્લા એક વર્ષમાં 9 હજાર લોકો હેલ્મેટ ન પહેરનારા ઝડપાયા છે. આ તરફ રોંગ સાઈડ વાહન ચલાવનાર પણ કઈ ઓછા નથી. વિગતો મુજબ છેલ્લા 1 વર્ષમાં અમદાવાદમાં 6 હજાર લોકો રોંગ સાઈડ વાહન ચલાવનાર ઝડપાયા છે.

Download Our B K News Today App



Related News