બનાસકાંઠાના દિયોદર પાસે અમદાવાદના યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો : થરાદ પોલીસે 4 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-29 12:37:56
  • Views : 517
  • Modified Date : 2021-05-29 12:37:56

     દિયોદર પાસે નર્મદા કેનાલમાંથી 15 દિવસ અગાઉ અમદાવાદ મા રહેતા યસ પ્રજાપતિ ની લાશ મળી આવી હતી તે સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નથી તપાસ હાથ ધરી હતીબાદમાં મૃતક યુવકના મિત્ર અમિત ખત્રીએ યશના પિતાને અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની જાણ કરી હતી અને યસ પ્રજાપતિએ તેના મિત્ર કૌશિક સોની ના તેની પ્રેમિકા સાથેના ફોટા વાયરલ કર્યા હતા તેમજ તેને ખોટા ચિતિંગ ના કેસમાં ફસાવી પણ દીધો હતો જે બાબતે મનદુઃખ રાખી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. કૌશિક સોનીએ તેના ત્રણ મિત્રો સાથે મળી યશ પ્રજાપતિ ને છેતરીને બોલાવી તેની હોન્ડા સિટી ગાડી સાથે અપહરણ કર્યું હતુ. અપહરણ કર્યા બાદ તેને ચાણસ્મા અને ત્યાંથી દિયોદર ના લુન્દ્રા પાસે આવેલ કૌશિક ના ફાર્મ હાઉસ પર લઇ જઇ યશ ને બે દિવસ ઓરડીમાં ગોંધી રાખી માર માર્યો હતો ત્યારબાદ નર્મદા મુખ્ય કેનાલમાં ફેંકી દઇ હત્યા કરી હતી.બાદમાં આરોપીઓ યશ ની કાર લઈ ને રાજસ્થાન ચાલ્યા ગયા હતા અને વળતા હોન્ડા સીટી કાર રાણીવાડા પાસે મૂકી ફરાર થઇ ગયા હતા જે બાબત ધ્યાને આવતા મૃતકના પિતા હસમુખભાઈ પ્રજાપતિએ થરાદ પોલીસ મથકે ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે થરાદ પોલીસે બદલો લેવા માટે કરાયેલી હત્યા ના ગુન્હા માં ચાર લોકો સામે ગુનો નોંધી હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

આરોપીઓના નામ .......

1....કૌશિક રામસ્વરૂપ સોની

2....દિવ્યેશ ઇશ્વરલાલ પટેલ

3....ભરત તખરામ વ્યાસ

4.....હિરેન ઠાકોર

Download Our B K News Today App



Related News