અમદાવાદ-વડોદારા એક્સપ્રેસ હાઇવે ધીમો પડ્યો, ગાઢ ધુમ્મસને પગલે વાહનોની ગતિ 50થી ઓછી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-23 11:13:59
  • Views : 269
  • Modified Date : 2021-01-23 11:13:59

    અમદાવાદ-વડોદારા એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસને કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે. કેટલાક વાહનચાલકોએ સાઈટ હોલ્ડ કર્યા છે. એક્સપ્રેસ હાઈવે પર 100થી વધુની સ્પીડે વાહનોની અવર-જવર થતી હોય છે, પરંતુ ધુમ્મસને કારણે આગળ કશું ન દેખાતાં અકસ્માતનો ભય પણ જોવા મળે છે. થોડા દિવસો પહેલાં જ એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસને કારણે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એકસાથે 70થી વધારે વાહનોની ટક્કર થઈ હતી. સદનસીબે કોઈપણ જાનહાનિ પહોંચી ન હતી.

    આજે વહેલી સવારથી જ ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું, જેમાં વાહનોને 10 ફૂટ દૂર કશું જ દેખાઈ રહ્યું ન હતું. ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર લાખોંદ નજીકના હિલસ્ટેશન જેવાં આ દૃશ્યોમાં વાતાવરણ જોઈ શકાય છે. વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખી વાહન માત્ર 20-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધીમા ચલાવવા ફરજ પડી હતી.

    અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર પાંચ દિવસ પહેલાં સવારે ગાઢ ધુમ્મસને પગલે 70થી વધારે વાહનો ટકરાયાં હતાં. અકસ્માતોની વણઝારમાં જાનહાનિ થઈ નહોતી, પણ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, રેડિએટિવ કૂલિંગને કારણે વાતાવરણ બદલાતાં ધુમ્મસ થયું હતું, જેને કારણે વાહનોને 10 મીટર આગળ કશું દેખાતું ન હતું, તેથી સંખ્યાબંધ અકસ્માતો સર્જાયા હતા. બાદમાં હાઈવે ઓથોરિટી અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. છેવટે આઠ કલાકની અંધાધૂંધી પછી વાહન વ્યવહાર પૂર્વવત્ થયો હતો. ગભરાયેલા વાહનચાલકો પાર્કિંગ લેનમાં ઊભા રહી ગયા હતા. બીજી તરફ, હાઈવે પેટ્રોલે વાહનચાલકોને માઈક દ્વારા વાહન 30થી પણ ઓછી સ્પીડે ચલાવવાની સૂચના આપી હતી.

    અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગાઢ ધુમ્મસને કારણે અંદાજિત 20થી પણ વધુ ગાડીઓનો અકસ્માત સર્જાયો છે. અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસને કારણે વિઝિલિબિટી પણ ઘટી જવાથી વાહનચાલકોને જોવામાં પણ તકલીફ સર્જાઈ હતી. સવારથી જ હાઇવે પર ગાઢ ધુમ્મસ હતું, જેને કારણે વિઝિબિલિટી સાવ ઘટી ગઇ હતી. આવામાં એકસપ્રેસ હાઈવે પર સ્પીડને કારણે વાહનો એકબીજા સાથે ટકરાયાં હતાં. આણંદના તારાપુર સહિત ભાલ પંથકમાં પણ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ ધુમ્મસને કારણે હાઈવે પર જતાં વાહનો રોકવા પડ્યાં હતાં. વિઝિબિલિટી ઘણી જ ઘટી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધુમ્મસને કારણે વિસ્તારમાં થતા ઘઉંના પાકને ફાયદો થશે.

Download Our B K News Today App

Related News