વિશ્વકપ ફાઈનલને લઈ અમદાવાદ પોલીસ છાવણીમાં ફેરવાયુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-18 16:36:36
  • Views : 94
  • Modified Date : 2023-11-18 16:36:36

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત બનાવી દેવામાં આવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી વિશ્વકપ ફાઈનલ મેચને લઈ સુરક્ષા વ્યવસ્થાને લઈ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ફાઈનલ મેચને લઈ અમદાવાદમાં દુનિયાભરના વીવીઆઈપીઓ મહેમાન બની પધારશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન પણ અમદાવાદમાં મેચ નિહાળવા માટે ઉપસ્થિત રહેશે.જેને લઈ અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ શહેરને જોડતા તમામ માર્ગો સહિત, સ્ટેડિયમ તરફ અને વીઆઈપીઓના રોકાણ અને બંને ટીમના રોકાણ સ્થળોએ પણ ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અમદાવાદમાં ચાલતી તમામ ગતિવિધીઓ પર પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ કમિશ્નર જીએસ મલિકે આ અંગે મીડિયાને માહિતી આપી હતી.

Download Our B K News Today App



Related News