અમદાવાદનું કુલ ૯૬૮૫ કરોડનું બજેટ મંજૂર થયું

  • Published By :
  • Published Date : 2020-02-07 13:44:12
  • Views : 323
  • Modified Date : 2020-02-07 13:44:12

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરા દ્વારા અગાઉ રજૂ કરાયેલા કુલ રૂ.૮૯૦૭.૩૨ કરોડના ડ્રાફટ બજેટમાં શાસક પક્ષ ભાજપ દ્વારા રૂ.૭૭૭ કરોડના વધારા સાથે વર્ષ ૨૦૨૦-૨૧ માટેનું કુલ રૂ.૯૬૮૫ કરોડનું બજેટ આજરોજ મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં રેવન્યુ ખર્ચમાં રૂ.૩૩૩ કરોડ અને વિકાસના કામોમાં રૂ.૪૪૩ કરોડ મળીને કુલ રૂ.૭૭૭ કરોડનો વધારો સૂચવવામાં આવ્યો છે. શાસક પક્ષ દ્વારા આગામી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ફુલગુલાબી અને ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ. તો સાથે સાથે અગાઉ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ થયેલા ડ્રાફ્ટ બજેટમાં રહેણાંકની મિલ્કતોમાં રૂ.૪૦ કરોડ અને કોમર્શીયલ મિલ્કતોમાં રૂ.૧૭૮ કરોડ મળી કુલ જે રૂ.૨૧૮ કરોડનો પ્રોપર્ટી ટેક્ષમાં વધારો સૂચવવામાં આવ્યો હતો, તે શાસક પક્ષ ભાજપે ફગાવ્યો હતો. જા કે, લકઝુરીયસ વાહનોના પરના રૂ.૨૬ કરોડના વેરાને શાસક પક્ષે યથાવત રાખ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી શાસક પક્ષ ભાજપ દ્વારા શહેરમાં ફરી એકવાર વિકાસના કામોની લોભામણી, મોટી અને ચૂંટણીલક્ષી જાહેરાતો કરી છે. જેમાં વિકાસના કામો માટે રૂ.૫૪૫૭.૯૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. સામાન્ય વેરામાં, વોટર અને કન્ઝર્વન્સી ટેક્સમાં કોઇપણ પ્રકારના વધારા વિનાનું ફુલગુલાબી-ચૂંટણીલક્ષી બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું હતું. અમ્યુકોના વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટ અંગે માહિતી આપતાં મેયર શ્રીમતી બીજલબહેન પટેલ અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન અમૂલ ભટ્ટે જણાવ્યું હતું કે, શહેરમાં પ્રદૂષણના પ્રમાણમાં ઘટાડો નોંધાય તેના પ્રયાસના ભાગરૂપે અમ્યુકો દ્વારા ઇલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધે અને કાર્બનના પ્રમાણમાં ઘટાડો થાય તેમ જ એરકવોલિટીમાં સુધારો થાય તે હેતુથી ૨૦૨૦-૨૧ દરમ્યાન ટુ વ્હીલર ઇલેકટ્રીક વાહનોના આરટીઓ પાસીંગ વખતે વસૂલાતા આજીવન વાહનવેરામાં ૧૦૦ ટકાની મોટી રાહત આપવાનું નક્કી કરાયું છે. આ જ પ્રકારે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવતાં ફીઝીયોથેરાપી સેન્ટરના મિલકત વેરામાં ૭૦ ટકા રિબેટ આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. જે ફીઝીયોથેરાપી સેન્ટર પબ્લીક રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, એનજીઓ દ્વારા પબ્લીક ચેરીટેબલ હેતુ માટે ચલાવવામાં આવતા હોય અને જેઓ ગરીબો અને સામાન્ય નાગરિકોને ફીઝીયોથેરાપી સારવાર-નિદાન નજીવા દરે પૂરી પાડતી હોય તેવી સંસ્થાઓને પ્રોપર્ટી ટેક્ષમાં ૭૦ ટકા રિબેટનો લાભ મળશે. આ જ પ્રકારે, જે સંસ્થાઓ પબ્લીક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે રજિસ્ટર્ડ થયેલ હોય અને જેઓ ગરીબ તેમ જ સામાન્ય વર્ગના નગરજનોને નજીવા દરે તબીબી સેવા પૂરી પાડતા હોય અને કોર્પોરેશનની બિલ્ડીંગનો આ સેવાઓ માટે ઉપયોગ કરતી હોય તેવી સંસ્થાને ૨૦૨૦-૨૧ ના વર્ષથી પ્રોપર્ટી ટેક્ષમાં ૭૦ ટકા રિબેટ આપવાનું ઠરાવાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રતિષ્ઠાભરી આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇ શહેરમાં જે વિકાસના કાર્યોની જાહેરાત કરાઇ છે, તેમાં  ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા સુધીના સ્કવેરને પશ્ચિમના દેશોની માફક આકર્ષક લાઇટીંગ અને મલ્ટીકલર ફાઉન્ટેન, ફોર્ટ, લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના આકર્ષણોથી સીટી સ્કવેર તરીકે રૂ.દસ કરોડના ખર્ચે વિકસાવવા, શહેરમાં ટ્રાફિક અને પા‹કગની સમસ્યાના નિવારણ માટે ખુલ્લા પ્લોટ અને જગ્યામાં મોડયુલર-મીકેનીકલ પાર્કિંગની સુવિધા માટે રૂ.૨૦ કરોડ, ટ્રાફિક ભારણ અને રાહદારીને રસ્તાને એકતરફથી બીજીતરફ જવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઇ રૂ.૧૦ કરોડના ખર્ચે ચાર જગ્યાએ ફુટ ઓવરબ્રીજ વીથ એસ્કેલેટર, શહેરમાં હવાના પ્રદૂષણને નિવારવા રૂ.૧૫ કરોડના ખર્ચે શહેરમાં ૫૦૦ જગ્યાએ એરપ્યોરીફાયર મશીન, અને દસ નવી જગ્યાઓ પર એર કવોલિટી ઇન્ડેક્ષ દર્શાવતાં એલઇડી સ્ક્રીન, પૂર્વમાં એનારસણ ખાતે અને નવા પશ્ચિમમાં સાયન્સ સીટી વિસ્તારમાં નવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે રૂ.૨૦ કરોડ, શહેરમાં સુએઝ અને પાણીનો ફરીથી ઉપયોગ થઇ શકે તે પ્રકારે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નવા ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે રૂ.૫૦ કરોડ, પાણીના લો પ્રેશર અને વોટર લીકેજની ફરિયાદના નિવારણ માટે વોટર આઉટલેટ ફલોમીટર(સ્કાડા) માટે રૂ.૧૦ કરોડ તો કાંકિરયા લેકફ્રન્ટ ડેવલપમેન્ટની જેમ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ચંડોળા, લાલબહાદુર તળાવ અને તળાવો-ઇન્ટરલીંકીંગના આયોજન માટે રૂ.૨૫ કરોડ, સાબરમતી નદી શુÂધ્ધકરણ પ્રોજેકટ માટે રૂ.૧૦કરોડ, મધ્ય ઝોન અને ઉત્તર ઝોનના ડ્રેનેજના પ્રશ્નો અંગે રૂ.૧૦ કરોડ, શહેરમાં એન્ટ્રી પોઇન્ટથી બીઆરટીએસ અને એએમટીએસ મારફતે નગરજનોને ટ્રાન્સપોર્ટેશન સેવા ઉપલબ્ધ બનાવવા ટ્રાન્સપોર્ટ હબ માટે રૂ.પાંચ કરોડ, શહેરમાં નવા ફલાયઓવર, અંડરપાસ, રેલ્વે ઓવરબ્રીજ અને રેલ્વે અંડરપાસ માટે રૂ.૩૦ કરોડ, આ સિવાય નવા પશ્ચિમ વિસ્તારમાં ૧૦૦ બેડની અદ્યતન હોÂસ્પટલ, સાત નવા આધુનિક સીએચસી, સીનીયર સીટીઝનોને વિનામૂલ્યે આંખના મોતીયાનું ઓપરેશન સહિતના કામો માટે રૂ.૧૫ કરોડ, પીરાણા ડમ્પીંગ સાઇટના ઝડપી નિકાલ માટે વધુ રૂ.૧૪ કરોડ, અમદાવાદ વર્લ્ડ હેરીટેજ સીટી અને સૌપ્રથમવાર અમ્યુકોનું એફએમ રેડિયો સ્ટેશન માટે રૂ.પાંચ કરોડ, સ્માર્ટ સીટી અંતર્ગત વહીવટી સરળતા ઓનલાઇન સેવાનો વ્યાપ વધારવા સ્માર્ટ હો‹ડગ્સ પોલિસી, ઓનલાઇન પ્રોપર્ટી મોનીટરીંગ સીસ્ટમ અને જીઆઇએસ મેપીંગ સીસ્ટમ માટે રૂ.દસ કરોડ, શહેરની હદ વિસ્તારની જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓના નવીનીકરણ માટે રૂ.૨૫ કરોડ, જલધારા વોર્ટ પાર્કની જગ્યામાં આધુનિક સુવિધાયુકત મલ્ટીએકટીવીટી અને મનોરંજન સેન્ટર ૧૨ ડી થિયેટર સાથે ઉભુ કરવા રૂ.દસ કરોડ, શહેરના તમામ મ્યુનિ.સ્મશાનગૃહ-નવીનીકરણ તથા સુવિધા માટે રૂ.૩૦ કરોડ, શહેરના સમતોલ વિકાસ માટે પ્રાથમિક સુવિધાના વોર્ડ કક્ષાના વિવિધ કામો માટે રૂ.૫૦ કરોડના સ્પેશ્યલ બજેટની જોગવાઈ કરવામાં આવી છે.


Download Our B K News Today App



Related News