અમદાવાદથી ભૂજ જતી ટ્રેન હવે સાબરમતીને બદલે ગાંધીનગરથી પ્રસ્થાન કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-04 15:26:23
  • Views : 70
  • Modified Date : 2024-03-04 15:26:23

પશ્ચિમ રેલવેના અમદાવાદ અને સાબરમતી સ્ટેશન પર નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ તેમજ રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્ય તેમ જ પ્રસ્તાવિત બ્લોકને ધ્યાનમાં રાખીને સાબરમતી-ભુજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેન સાબરમતીને બદલે ગાંધીનગરથી શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ ટ્રેન 06 માર્ચ, 2024થી 31 માર્ચ, 2024 સુધી દરરોજ ચાલશે. યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ ટ્રેનનું રોકાણ ચાંદલોડિયા-B તેમજ આંબલી રોડ સ્ટેશન પણ આપવામાં આવ્યું છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર સ્પેશિયલ : ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર સ્પેશિયલ ટ્રેન ભુજથી સવારે 06:50 વાગ્યે ઉપડશે અને 12.56 કલાકે આંબલી રોડ 13.06 કલાકે ચાંદલોડિયા-B અને 13.55 કલાકે ગાંધીનગર પહોંચાડશે. અન્ય તમામ સ્ટેશનો પર તેમનું સ્ટોપ અને ટાઈમ યથાવત રહેશે.ટ્રેન નંબર 09455 ગાંધીનગર-ભુજ સ્પેશિયલ : ટ્રેન નંબર 09455 ગાંધીનગર-ભુજ સ્પેશિયલ ટ્રેન ગાંધીનગરથી 17:10 વાગ્યે પ્રસ્થાન કરીને 17:35 વાગ્યે ચાંદલોડિયા-B, 17.45 વાગ્યે આંબલી રોડ, 18.18 વાગ્યે વિરમગામ, 19.19 વાગ્યે ધ્રાંગધ્રા, 19.50 વાગ્યે હળવદ, 20.27 વાગ્યે માળિયા-મિયાણા, 21.12 વાગ્યે સામખિયાળી, 21.30 વાગ્યે ભચાઉ, 22.10 વાગ્યે ગાંધીધામ, 22.48 વાગ્યે આદિપુર પહોંચાડશે.ટ્રેન નંબર 09455 તેમ જ 09456ના બદલાયેલી ફેરાની બુકિંગ તત્કાલ પ્રભાવથી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. 

Download Our B K News Today App



Related News