લાખોના ખર્ચે તૈયાર થયેલી અમદાવાદની 'ઝીપ લાઈન' આજે ભંગાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-24 15:36:25
  • Views : 138
  • Modified Date : 2023-06-24 15:36:25

અમદાવાદમાં નવા-નવા પ્રોજેક્ટ શરૂ કરવાના નામે રૂપિયાનો બગાડ થઈ રહ્યો હોય તેવું રિવરફ્રન્ટ પર લાખોના ખર્ચે તૈયાર થયેલી ઝીપ લાઈન રાઈડને ભંગાર હાલતમાં જોઈને લાગી રહ્યું છે. વર્ષ 2015માં શરૂ કરાયેલી ઝીપ લાઈન રાઈડ અત્યારે સાવ ખંડેર હાલતમાં પડી છે. ત્યારે વર્ષ 2015માં શરૂ કરાયેલી ઝીપ લાઈન રાઈડ ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઝીપ લાઈન રાઈડના વિશાળ માળખાને ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે. મહત્વનું છે કે, સી પ્લેનના સંચાલનમાં ઝીપ લાઈન રાઈડ અવરોધ બનતા ઝીપ લાઈન રાઈડને બંધ કરવામાં આવી હતી.સાબરમતી રિવરફ્રન્ટના આકર્ષણના કેન્દ્ર તરીકે ઝીપ લાઈન રાઈડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નવેમ્બર 2014થી ઝીપ લાઈન રાઈડનું કામ શરૂ થયું હતું. 270 મીટર જેટલી લાંબી નદીના બંને કાંઠે ટાવર ઊભા કરાયા હતા. નદીના પૂર્વથી પશ્ચિમ કાંઠે એ જ રીતે, પશ્ચિમથી પૂર્વ કાંઠે જવા માટે આ ઝીપ લાઈન રાઈડ શરૂ કરવામાં આવી હતી. ઝીપ લાઈન રાઈડનો 21 માર્ચે 2015ના રોજ પૂર્વ મેયર મીનાક્ષી પટેલે શરૂ કરાવ્યો હતો. આ પ્રોજેક્ટની વિશેષતા જોઈએ તો સાબરમતી નદીથી 40 ફૂટ ઉપર દોરડાની મદદથી એક છેડેથી બીજા છેડે (પાલડી-જમાલપુર) પહોંચાતું હતું. જેમાં એક વ્યક્તિની ટિકિટનો દર 300-400 રૂપિયા નક્કી કરાયો હતો. જોકે, થોડા વર્ષ પછી રિવરફ્રન્ટ પર પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેન પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. દેશમાં પ્રથમ વાર અમદાવાદથી કેવડિયા વચ્ચે નવેમ્બર-2020માં સી-પ્લેન સેવા શરૂઆત કરવામાં આવી હતી. 31 ઓક્ટોબર-2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સફર કરીને વિવિધત રીતે આ સેવા પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકી હતી. સી પ્લેનના સંચાલનમાં ઝીપ લાઈન રાઈડ અવરોધ બની હતી. સી પ્લેન સંચાલનમાં અવરોધ બનતા ઝીપ લાઈન રાઈડ બંધ કરાઈ હતી.

Download Our B K News Today App



Related News