અમદાવાદની એસ. વી. કોલેજમાં આજે સવારે પરીક્ષાર્થીઓનો હોબાળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-07 14:02:49
  • Views : 106
  • Modified Date : 2024-03-07 14:02:49

અમદાવાદની એસ. વી. કોલેજમાં આજે સવારે પરીક્ષાર્થીઓએ હોબાળો કર્યો હતો. કોલેજના કર્મચારીઓ દ્વારા કોલેજનો મુખ્ય દરવાજો બંધ કરી દેતા પરીક્ષાર્થીઓ અટવાયા હતા. ઇન્ટરનલ પરીક્ષાનો સમય સવારે આઠ વાગ્યાનો હતો. જો કે વિદ્યાર્થીઓને થોડુક મોડુ થતા તેમને પ્રવેશ જ આપવામાં આવ્યો ન હતો. જેના કારણે વિદ્યાર્થીઓ મુંઝાયા હતા.વારંવાર કોલેજ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓ સામે ફી સહિતના મુદ્દે બળજબરી કરવામાં આવતી હોય તેના અનેક કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે અમદાવાદમાં વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની એસ વી કોલેજ પણ એક કિસ્સાને લઇને વિવાદમાં આવી છે. કોલેજોમાં હાલ ઇન્ટરનલ પરીક્ષાઓ ચાલી રહી છે. આ ઇન્ટરનલ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓના આવવામાં 5-7 મિનિટના સમયમાં થોડુ મોડુ થતા કોલેજ પ્રશાસન દ્વારા કોલેજના મુખ્ય દરવાજા જ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ મેળવી શક્યા નહીં.સામાન્ય રીતે પરીક્ષા શરુ થયાના 10 મિનિટ સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે, પરંતુ આજે SV કોલેજ દ્વારા મુખ્ય દરવાજો બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અટવાયા હતા, પરિણામે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર કોલેજના પ્રિન્સિપાલ પણ ગેરહાજર હોવાના કારણે કોને રજૂઆત કરવી તે પણ એક સવાલ ઊભો થયો હતો. વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રહેવાનો વારો આવ્યો હતો.

Download Our B K News Today App



Related News