આવતી કાલે શરૂ થનાર બોર્ડની પરીક્ષાને લઈને અમદાવાદ ગ્રામ્ય DDOએ એક પહેલ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-10 14:41:34
  • Views : 80
  • Modified Date : 2024-03-10 14:41:34

આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે.જેને લઈને તંત્ર સજ્જ છે અને પરીક્ષાર્થીઓ પણ તૈયાર થઈ ગયા છે. ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ ગ્રામ્ય DDOએ એક પહેલ કરી છે. જેમાં વિદ્યાર્થીઓને સરળતાથી રિવિઝન કરાવવા દરેક વિષયનો વીડિયો બનાવાયો છે. જેમાં એક કલાક વિષય નિષ્ણાત શિક્ષક પરીક્ષાર્થીઓને રિવિઝન કરાવશે.આ વીડિયો પરીક્ષાર્થીઓને મોબાઈલ ફોનમાં લિંક દ્વારા મોકલવામાં આવ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓ સરળતાથી રિવિઝન કરી શકે છે. ‘અમૂલ્ય એક કલાક તજ્જ્ઞોની ટીમ’ સાથેના શીર્ષક હેઠળ આ પ્રયોગ કરવામાં આવ્યો છે. જેનાથી નબળા વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ સાથે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રની વિગતો સાથે ગૂગલ મેપની લિંક અને સંચાલકના નંબર પણ મોકલવામાં આવ્યા છે. જેથી પરીક્ષાર્થીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે છે.

Download Our B K News Today App



Related News