અમદાવાદમાં એક જ દિવસમાં પડ્યો સિઝનનો 16 ટકા વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-25 15:48:44
  • Views : 120
  • Modified Date : 2023-07-25 15:48:44

 હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે જળાશયોમાં પાણીની આવક થઈ છે. તેમજ રાજ્યના મોટા ભાગના નદી-નાળા ઓવરફ્લો થયા છે. તો અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે અમદાવાદમાં વરસતા વરસતા સરેરાશ વરસાદના 16 ટકા હતો. અમદાવાદમાં એક જ દિવસમાં સિઝનનો 16 ટકા વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધી 74 ટકા વરસાદ વરસ્યો છે.તો આગામી 4 દિવસ અમદાવાદમાં વરસાદ વરસવાની શક્યતાઓ નહીવત છે. તો શનિવારથી ફરી ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. તો આજે 2 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક તંત્રના ચોપડે નોંધાઇ છે. હાલ ડેમની સપાટી 324.24 ફૂટ પર પહોંચી છે.

Download Our B K News Today App



Related News