અમદાવાદ રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-18 17:38:47
  • Views : 119
  • Modified Date : 2023-06-18 17:38:47

ભગવાન જગન્નાથજીની રથયાત્રા 20 જૂને આષાઢી બીજના રોજ નીકળવાની છે. ભગવાનના વધામણાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. હાલ ભગવાન સરસપુરમાં મોસાળમાં છે ત્યારે યજમાનના ઘરે ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની મૂર્તિનું કાયમી સ્થાપન થશે. 146મી રથયાત્રામાં આ પ્રથમ વખત ઘટના છે. જ્યારે દિલીપદાસજી મહારાજ દ્વારા મંદિરમાં 20 વર્ષ સેવા કરાયેલી મૂર્તિનું યજમાનના ઘરે કાયમી સ્થાપન કરાશે. માત્ર ચલિત મૂર્તિ જ નિજ મંદિરને પરત આપવામાં આવશે.આ વખતના મામેરાના યજમાન શાયોના ગ્રુપના ઘનશ્યામ પટેલ છે અને તેમના ઘરે જ મૂર્તિનું કાયમી સ્થાપન કરાશે. ભગવાનના નગરચર્યાને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે યજમાનના સમગ્ર પરિવારમાં અનેરો આનંદોત્સવ છવાયો છે. તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. દર વર્ષે અલગ-અલગ થીમ પર ભગવાનના વાઘા બનાવવામાં આવે છે. આ વર્ષે પણ આ જ પ્રકારે તૈયારીઓ કરાઇ છે. આ સાથે પોલીસ તંત્ર પણ સજ્જ છે. અને હવે ભક્તો ભગવાન જગન્નાથની રથ યાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News