અમદાવાદ રેલ્વે અને એસટી સ્ટેન્ડ ખાતે કોરોના માર્ગદર્શિકાનો અભાવ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 15:06:12
  • Views : 251
  • Modified Date : 2021-03-18 15:06:12

    રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેમા અમદાવાદ અને સુરત સૌથી વધારે નવા કેસ નોંધાય રહ્યા છે. વધતા કેસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અલગ અલગ રાજ્યના સીએમ સાથે ચર્ચા કરી હતી અને કોરોનાના કેસ વધે નહીં તે માટે યોગ્ય નિર્ણય લેવા રાજ્ય સરકારને તાકીદ કરી હતી. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં અનિશ્ચિત મુદત સુધી AMTS, BRTS, જિમ, બાગ-બગીચા અને સ્પોર્ટ્સ ક્લબ સહિત અનેક સુવિધાઓએ બંધ કરવામાં આવી છે જેથી કોરોનાનું સંક્રમણ વધે નહીં.

    અમદાવાદ રેલવે સ્ટેશનમાં રોજના અંદાજીત 10,000 લોકોની અવરજવર રહે છે મુસાફરો બીજા રાજ્યમાંથી પણ ટ્રેન મારફતે અમદાવાદ આવતા હોય છે. ત્યારે કોરોના ગાઈડલાઈન મુજબ તેમનું થર્મલ સ્ક્રીનિંગ અને સેનિટાઈઝેશન થવું જોઈએ.પરંતુ દિવ્યભાસ્કરના ટીમ જ્યારે રેલવે સ્ટેશનની મુલાકાત લીધી ત્યારે રેલવે સ્ટેશનના કોઈ પણ પ્લેટફોર્મના ગેટ પર સેનેટાઈઝર અને થર્મલ ગન જેવી કોઈ વ્યવસ્થા જોવા ન મળી હતી. મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યાંના કેટલાક વિસ્તારોમાં લોકડાઉન પણ જાહેર કરાયું છે.તો જો કોઈ સંક્રમિત વ્યક્તિ કે કોઈ ગ્રુપ અમદાવાદમાં ટ્રેન મારફતે આવે તો અહીંયા પણ કોરોનાના કેસ વધવાની શક્યતા છે. સાથે કોઈ મેડિકલ ઓફિસર પણ જોવા ન મળ્યો હતો. મહત્વનું છે કે તો સરકાર એવું જ માની રહી છે કે માત્ર સીટી ટ્રાન્સપોર્ટ બંધ કરવાથી કોરોના રોકાઈ જશે..?

    અમદાવાદ સેન્ટલ એસટી બસ ટર્મિનલ પર પણ લોકોની અવરજવર મોટી સંખ્યામાં રહેતી હૉય છે. સરકારએ રાત્રિ કર્ફ્યૂનું એલાન કર્યા બાદ એસ.ટી નિગમ મેં 10 વાગ્યા બાદ સીટીમાં બસને નહીં લાવવાનો નિર્ણય તો કર્યો પણ સાથે બીજા કોઈ પગલાં લીધા નથી. અમદાવાદ એસ.ટી ટર્મિનલ પર પણ કોઈ થર્મલ ચેકીંગ કે સેનિટાઝરની વ્યવસ્થા જોવા ન મળી હતી. સાથે ત્યાંના સિક્યુરીટી ગાર્ડ દ્વારા પણ દરેક લોકોને ફીઝીકલ ચેક કરવામાં આવતા હતા.

    આ મામલે જીગ્નેશ ભાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સરકારે પોતાની ગરજ પતિ એટલે આવા નિર્ણય લીધા છે. ઇલેક્શન અને મેચમાં લોકો ભેગા થયા એ માટે સરકાર જ જવાબદાર છે અમદાવાદ બહારથી આવેલા લોકોને આજે રીક્ષાનું ડબલ ભાડું ચૂકવવું પડે છે. આવી રીતે જો આવા નિર્ણય લેશે સરકાર તો પ્રજાની હાલત કફોડી બની જશે. અહીંના લોકલ તો મેનેજ કરી લેશે બહારથી આવેલા મુસાફરોને રીક્ષા ચાલકો લૂંટી રહ્યા છે એમનું તો કઈક વિચારો.

    રાજકોટથી આવેલા મુસાફરએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ નિર્ણય પહેલા લેવા જોઈતો હતો હવે તો કેસ વધી ગયા છે આ નિર્ણયથી હવે તો લોકો ને હેરાન થવાનું જ છે અત્યારે લોકલ બસ બંધ છે અમારે રીક્ષા વળો માંગે એટલું ભાડું ચૂકવી જવું પડે ભલે તે અમને ન પોષાય પણ બીજો કોઈ વિકલ્પ નથી. સરકાર એ મેચ અને ઇલેક્શન માં મેળાવડા કર્યા હતા એનું આ પરિણામ છે એટલે હું માનું છું કે આ યોગ્ય નથી.

    જેનાથી સંક્રમણ વધવાની શક્યતાઓ વધી જાય છે સાથે બસ ટર્મિનલની અંદર પણ લોકોની ભીડ જોઈને આશ્ચર્યચકિત થઇ જવાય કે લોકોને કોરોનાનો ડર જ નથી. મોટા ભાગના લોકો માસ્ક વગર બેફિકર બસ સ્ટેશનમાં જોવા મળ્યા હતા. સાથે બસમાં પણ લોકો માસ્ક વગર જ જોવા મળ્યા હતા. આ તમામ બાબતોથી એવું લાગી રહ્યું છે કે, તંત્ર વચ્ચે સંકલન નો અભાવ છે કારણ કે એક બાજુ સીટી પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરવામાં આવ્યું છે અને બીજી બાજુ અહીંયા કોઈ પણ જાત ની તકેદારી રાખવામાં નથી આવી.


Download Our B K News Today App



Related News