અમદાવાદમાં માસ્ક પહેર્યા વિના ફરતા લોકોને રૂ.1000નો દંડ કરવાની જગ્યાએ પોલીસે માસ્ક આપ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 14:10:41
  • Views : 292
  • Modified Date : 2021-03-24 14:10:41

     અમદાવાદ શહેરમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. દેશમાં જ્યારે કોરોનાની અસર શરૂ થઈ ત્યારે લોકોને મદદ માટે પોલીસ આગળ હતી. તેની સાથે સેવાભાવી સંસ્થા પણ લોકોને મદદ માટે ખડે પગે હતી. આ વખતે પણ રાજ્યના કોરોનાના કેસમાં અમદાવાદ આગળ વધી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા લોકોને કોરોનાથી બચવા માટેની સમજ આપવામાં આવી રહી છે. તેની સાથે શહેરમાં લોકોને પોલીસ દ્વારા ફ્રી માસ્ક પણ વહેંચવામાં આવી રહ્યા છે.

     ​​​​​​​અમદાવાદના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા લોકોને કોરોનાથી બચવા માટે અલગ રીતે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે માટે પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ પોલીસ અને પબ્લિક વચ્ચે માસ્ક મુદ્દે અવાર-નવાર ઝઘડો થતો હતો. પણ હવે પોલીસની આ પહેલ લોકોમાં જાગૃતિ લાવવા મદદ કરશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખાસ આ પ્રકારે ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં પોલીસે અનેક લોકોને માસ્ક આપ્યા હતા. જેના કારણે પબ્લિક અને પોલીસ વચ્ચે અંતર ઘટાડવા પ્રયાસ કરવામાં આવી રહયો છે.

     આ પહેલા સતત ત્રણ દિવસ શહેર અને જિલ્લામાં 400થી વધારે કેસ નોંધાયા હતા. અગાઉ 16 મેના રોજ અમદાવાદમાં હાઈએસ્ટ 973 કેસ નોંધાયા હતા. 23 નવેમ્બરે સેકન્ડ હાઈએસ્ટ 344 કેસ નોંધાયા હતા. 22 માર્ચની સાંજથી 23 માર્ચની સાંજ સુધીમાં શહેરમાં 502 અને જિલ્લામાં 7 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 383 અને જિલ્લામાં 3 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 67,886 થયો છે. જ્યારે 63,810 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.


Download Our B K News Today App



Related News