PMને આવકારવા CM-રાજ્યપાલ એરપોર્ટ પહોંચ્યા, ડોમ હાઉસફુલ, અનેક લોકોને પરત મોકલતાં રોષ, અનુપમખેર પણ આવી પહોંચ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-12 10:34:44
  • Views : 280
  • Modified Date : 2021-03-12 10:34:44

    ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. પીએમ મોદી 10.00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી 10.30 કલાકે સાબરમતી આશ્રમ પહોંચશે, જ્યાં તેઓ બપોરે 12.15 સુધી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે. બે કલાકના રોકાણ બાદ તેઓ દિલ્હી જવા પ્રયાણ કરશે. સુરક્ષાને ધ્યાને લઈને આજે મોટા ભાગની જગ્યાઓનું નિરીક્ષણ SPG અને અન્ય સ્થાનિક પોલીસ એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે. દાંડીયાત્રા માટે 81 લોકોનું ગુજરાતી ગ્રુપ પહોંચ્યું, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અલગ અલગ જગ્યાએથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત અનેક લોકો પહોંચ્યા છે.

    હાલ પીએમ મોદીને આવકારવા માટે મુખ્યમંત્રી રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે.હતા. તેમણે કહ્યું કે, વિપક્ષ વિશે હાલ મારે કઈ કહેવું નથી. વિરોધ કરવાનો આ મુદ્દો નથી. દેશને આઝાદ કરાવવામાં ફાળો આપનારા મહાપુરુષોના સન્માનના કાર્યક્રમમાં આવ્યા છીએ. યુવા પેઢીએ ચોક્કસ મહાત્મા ગાંધીના જીવનચર્યા અંગે શીખવાની આવશક્યતા છે.

    સભાનો ડોમ હાઉસફૂલ થતા સાણંદ, તલોદ સહિત અલગ અલગ વિસ્તારોમાંથી અમૃત મહોત્સવમાં ભાગ લેવા આવેલા લોકોને પરત મોકલવામાં આવ્યા હતા. જેને પગલે કેટલાક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. લોકોએ પોલીસ સાથે બોલચાલી કરી હતી. એક કાર્યકરે કહ્યું કે ધારાસભ્યને ફોન કરો જવા જ નથી દેતા તો અમને આમંત્રણ કેમ આપ્યું હતું. સાબરકાંઠાથી આવેલા 50થી 60 લોકોને અભયઘાટના ગેટથી જ પરત મોકલ્યા હતા. જેને પગલે પોલીસે સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા.

    દાંડીયાત્રામાં જોડાનાર મધ્યપ્રદેશના આશરે 30થી વધુ પદયાત્રીઓ અભયઘાટ પહોંચી ગયા છે. પીએમના કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા તમિલનાડુથી એક ગ્રૂપ આવ્યું છે.અભયઘાટ ખાતે અમદાવાદ શહેર અને જિલ્લા અને તાલુકામાંથી સભામાં ભાગ લેવા લોકો પહોંચી રહ્યા છે. VVIP અને ગાંધીવાદીઓ માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે ખાસ ડોમ બનાવવામાં આવ્યા છે.મોદીની મુલાકાતને લઈ વહેલી સવારથી જ સુભાષબ્રિજથી ગાંધી આશ્રમનો રોડ અને વાડજથી સુભાષબ્રિજ સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર રોડ પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ સુધીના રોડ પર માત્ર પોલીસ જ પોલીસ છે. આસપાસની 10 સોસાયટીના લોકોને પણ બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે. કોઈને પણ સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ તરફ જવા દેવામાં આવતા નથી.

    દાંડીયાત્રાના 91 વર્ષ થઈ રહ્યા હોવાના અવસરે દાંડીપુલ પર ખુદ નરેન્દ્ર મોદી ચાલતા જશે. એ માટે SPG અને ગુજરાત પોલીસની ટીમે મોદીની વિઝિટનાં સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. અહીં તેઓ પહેલા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવશે, ત્યાર બાદ હૃદયકુંજ જશે અને ત્યાંથી તેઓ ચાલતા દાંડીબ્રિજ તરફ જશે.દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે અને એનો પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાને વડાપ્રધાન ફલેગ ઓફ કરશે. એટલું જ નહીં, વડાપ્રધાન મોદી પણ પદયાત્રામાં થોડો સમય ચાલશે. આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે.

    વડાપ્રધાન આ માટે ખાસ અમદાવાદ આવશે, આ યાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ જોડાશે અને 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધશે. આ માટે અમદાવાદમાં સાબરમતી આશ્રમ નજીક જ સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈનો જે સમાધિ ‘અભય ઘાટ’ છે, ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અને કેન્દ્રના સાંસ્કૃતિક વિભાગ દ્વારા તેમણે મૂળ દાંડીયાત્રામાં ભાગ લીધો હતો.ગાંધી આશ્રમમાં નરેન્દ્ર મોદી 10 વાગે આવશે, જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવશે.હૃદયકુંજ જશે, જ્યાં તેઓ રેંટિયો કાંતે એવી શકયતા છે, જે માટે એક મહિલા ત્યાં હાજર રહેશે.નરેન્દ્ર મોદી ત્યાર બાદ ચાલતા દાંડીબ્રિજ પર જશે, જ્યાંથી તેઓ પ્રતીકાત્મક દાંડીયાત્રા શરૂ કરશે.



Download Our B K News Today App



Related News