ભારે વરસાદ બાદ અમદાવાદ પાણી પાણી, મીઠાખળી અંડર બ્રિજ બંધ કરાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-26 15:53:04
  • Views : 146
  • Modified Date : 2023-06-26 15:53:04

 અમદાવાદમાં પણ ચોમાસાનું આગમન થઇ ગયુ છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. વરસાદી પાણી અમદાવાદના મીઠાખળી અંડર બ્રિજમાં ભરાયા છે. જેના કારણે અંડર બ્રિજ વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ મીઠાખળી અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દર વર્ષે 1 થી દોઢ ઈંચ વરસાદમાં અંડરબ્રિજમાં પાણી ભરાઇ જાય છે. દર વર્ષે આ જ સ્થિતિ સર્જાતી હોવા છતા તંત્ર દ્વારા તેના નિવારણ માટે કામગીરી ન કરાતી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે.અમદાવાદમાં આજે પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં અમરાઈવાડીના નાગરવેલ હનુમાન રોડ પર પાણી ભરાયા છે. રોડની બંને બાજુ પાણી ભરાઇ ગયા છે. તો રસ્તાઓ પર પાણી ભરાતા AMC દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા લોકોને હાલાકી સહન કરવી પડી.અમદાવાદમાં આજે પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં અમરાઈવાડીના નાગરવેલ હનુમાન રોડ પર પાણી ભરાયા છે. રોડની બંને બાજુ પાણી ભરાઇ ગયા છે. તો રસ્તાઓ પર પાણી ભરાતા AMC દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા લોકોને હાલાકી સહન કરવી પડી.તો જમાલપુરથી ગીતામંદિર રોડ પર પણ વરસાદ બાદ પાણી ભરાઇ ગયા છે. જમાલપુર બ્રિજ પાસે પણ પાણી ભરાઇ ગયા છે. બ્રિજની બંન્ને સાઈડ પાણી ભરાઇ જતા વાહનો માટે અવર જવર બંધ થઈ ગઇ છે. જમાલપુર બ્રિજ પાસે પાણી ભરાતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

Download Our B K News Today App



Related News