અમદાવાદ : ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરેલા વધુ એક દર્દીની તબિયત લથડી,શ્વાસ ચડવાની કરી ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-11-13 18:54:59
  • Views : 218
  • Modified Date : 2024-11-13 18:54:59

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે બોરિસણા ગામના દર્દીઓને અંધારામાં રાખી રાતોરાત એન્જિયોપ્લાસ્ટી કરી દેવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ 7 દર્દીઓ પૈકી 2 દર્દીઓના હોસ્પિટલની બેદરકારીને કારણે મોત થયા હોવાનો પણ પરિવારજનોનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે સરકાર દ્નારા પણ તપાસના આદેશ આપી દેવાયા છે અને દર્દીઓની ફેરતપાસ માટે તેમને યુએન મહેતા હોસ્પિટલ લઈ જવાયા છે. દર્દીઓને પૂછપરછ માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન બોલાવાયા હતા જ્યાં એક દર્દીની તબિયત લથડતા તેમને સિવિલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી તેમજ એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી તે તમામ દર્દીઓની ફેરતપાસ કરવામાં આવશે. યુએન હોસ્પિટલ તેમજ સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞોની ટીમ આ દર્દીઓને તપાસશે અને ખરાઈ કરશે કે તેમને સ્ટેન્ટ મુકવાની જરૂર હતી કે કેમ. જો કે એ પહેલા આ તમામ દર્દીઓને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પાંચ દર્દીઓ પૈકી વધુ એક દિનેશ સાધુ નામના દર્દીની તબિયત લથડી છે. 53 વર્ષિય આ દર્દીને માત્ર કબજિયાતની ફરિયાદ હતી અને તેમને એનેસ્થેસિયા આપ્યા વિના સ્ટેન્ડ મુકી દેવાયુ છે. આજે જ્યારે તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે તેમને શ્વાસ ચડવાની તકલિફ થઈ હતી અને 108 દ્વારા સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવાની ફરજ પડાઈ હતી.“મને કોઈ તકલિફ ન હતી, અહીં આવતા જ મારો ફોન લઈ લીધો અને એડમિટ કરી દીધો”ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ તમામ દર્દીઓને અંધારામાં રાખી કઈ હદે રમત રમાઈ હતી તે તમામ આપવિતિ તેઓએ સમક્ષ જણાવી. દિનેશ સાધુએ જણાવ્યુ કે તેમને માત્ર કબજિયાતની તકલિફ હતી અને તેમને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના સ્ટેન્ટ મુકવા માટે એડમિટ કરી દેવામાં આવ્યા હતા. એટલુ જ નહીં તેમની પાસેથી તેમનો ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો, આથી દર્દી કોઈને ફોન ન કરી શકે. “મને તો ખણ આવતી હતી એ બતાવવા આવ્યો અને પૂછ્યા વિના સ્ટેન્ડ મુકી દીધુ”અન્ય એક દર્દીએ વધુ જણાવ્યુ કે તેમને માત્ર ખજવાળની ફરિયાદ હતી અને તેમને એવુ જણાવાયુ કે તમારુ હ્રદય બરાબર કામ નથી કરી રહ્યુ અને તેમને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના સ્ટેન્ટ મુકી દેવામાં આવ્યુ. હાલ આ દર્દના સ્વજન ન્યાયની માગ કરી રહ્યા છે. જે લોકોએ તેમના સ્વજન ગુમાવ્યા છે તેમણે જણાવ્યુ કે તેમના સગાને નખમાંય રોગ નહોંતોને એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઈ અને તેમણે જીવ ગુમાવવાનો વારો આવ્યો.

Download Our B K News Today App



Related News