અમદાવાદ મ્યુનિ.કમિશનરે વર્ષ 2021-22 માટેનું રૂ. 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું, કરવેરામાં કોઈ વધારો નહીં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 13:49:56
  • Views : 243
  • Modified Date : 2021-03-24 13:49:56

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2021-22નું ડ્રાફટ બજેટ આજે બુધવારે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે રજૂ કર્યું હતું. કમિશનરે રૂ. 7475 કરોડનું બજેટ રજૂ કર્યું છે. ડ્રાફ્ટ બજેટમાં કમિશનરે અમદાવાદીઓને રાહત આપતાં સામાન્ય વેરા, વોટર કન્વર્ઝેશન અને વાહનવેરામાં કોઈ વધારો કર્યો નથી. ગત વર્ષે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રૂ. 8907.32 કરોડનું બજેટ રજૂ કર્યું હતું જેમાં રૂ. 777.67 કરોડનો વધારો શાસક પક્ષે કર્યો હતો અને રૂ. 9685 કરોડનું બજેટ મંજુર કર્યું હતું. જેમાં મોટાભાગના કામ કોરોના મહામારીના કારણે બાકી રહી ગયાં છે. 

  •  - 120 કરોડના ખર્ચે વી.એસ. હોસ્પિટલનું નવિનીકરણ કરાશે
  •  - 95 કરોડમાં શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ
  • - 115 કરોડમાં એલ.જી. હોસ્પિટલનું નવીનીકરણ
  • - 15 કરોડના ખર્ચે 11 નવા અર્બન હેલ્થ સેન્ટર બનશે
  • - 20 હજાર 489 નવા આવાસો બનાવાશે
  • - 110 કરોડના ખર્ચે બોપલ-ઘુમા, ચિલોડા, કઠવાડાના કોર્પોરેશનના નવા વિસ્તારોમાં માળખાગત સુવિધાના કામ
  • - 10 કરોડના ખર્ચે ગાંધીઆશ્રમ ડેવલોપમેન્ટ
  • - 25 કરોડના ખર્ચે ખારીકટ કેનાલ અને તળાવ ડેવલોપમેન્ટ
  • - 85 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-2નું ડેવલોપમેન્ટ
  • - નવા 14 બગીચા અને 15 હયાત બગીચાનું નવીનીકરણ
  • - 2 નવા કોમ્યુનિટી હોય અને એક બેન્કવેટ હોલ બનાવાશે
  • - 15 સ્મશાનનું આધુનિકરણ
  • - નવી 6 લાયબ્રેરી બનાવાશે
  • - 293 કરોડના ખર્ચે 16 નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનશે
  • - SVP હોસ્પિટલમાં સિનિયર સિટીઝન માટે દેશનું પ્રથમ જીરીયાટ્રીક વિભાગ શરુ કરાશે.
  •     કોરોનાં મહામારીના કારણે બજેટનું કદ ગત વર્ષ કરતા ઘટ્યું છે. ગત વર્ષ કરતા રૂ. 1432 કરોડના ઘટાડા સાથે બજેટ મુકેશકુમારે રજૂ કર્યું છે.

Download Our B K News Today App



Related News